પોરબંદરમાં મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાનો પરિસંવાદ યોજાયો
પોરબંદર, 28 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સુર્ય બગવદર રન્નાદે નવગ્રહ મંદિર ખાતે મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પરીસંવાદમાં પોરબંદર જિલ્લાના અંદાજે 180 જેટલા લાભાર્થીઓએ ભાગ લ
પોરબંદરમાં મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાનો પરિસંવાદ યોજાયો.


પોરબંદરમાં મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાનો પરિસંવાદ યોજાયો.


પોરબંદર, 28 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સુર્ય બગવદર રન્નાદે નવગ્રહ મંદિર ખાતે મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પરીસંવાદમાં પોરબંદર જિલ્લાના અંદાજે 180 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમને મધમાખી ઉછેરને એક પુરક વ્યવસાય તરીકે અપનાવવા માટે મધમાખીની વિવિધ પ્રજાતિ, મધમાખી ઉછેર માટે જગ્યાની પસંદગી, મધમાખી માંથી મળતી અન્ય પેદાશો તેમજ તેના ઉપયોગો, મધમાખી ઉછેર માટે ધ્યાનમાં રાખવાની બાબતો, વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન તેમજ તેની માંગ અને બજાર વ્યવસ્થા તેમજ બાગાયત ખાતા દ્વારા મધમાખી ઉછેર માટે આપવામાં આવતી સહાય વિષયક માહિતી આપવામાં આવી હતી.

સાથોસાથ પોરબંદર જિલ્લાનાં જ લાભાર્થી કે જેઓ એ બાગાયત ખાતામાંથી સહાય મેળવી મધમાખી પાલનને એક વ્યવસાય તરીકે અપનાવેલ છે તેમણે પોતાના પ્રતિભાવ પણ રજુ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કલ્પના જે. પંચાલ - નાયબ બાગાયત નિયામક, વિષય નિષ્ણાંત વિરાટ પરમાર- અસ્પી કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાપટ, તેમજ બાગાયત કચેરીનાં તાંત્રિક અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને વિષયને અનુરૂપ તાંત્રિક માહિતી આપવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande