વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે ટ્રકની અડફેટે 17 વર્ષીય યુવતીનું મોત, માતા ઇજાગ્રસ્ત
વલસાડ, 28 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક શનિવારે રાત્રે ટ્રકની અડફેટે મોપેડ સવાર 17 વર્ષીય વિશ્વાનું સ્થળ પર મોત નિપજ્યું હતું, જ્યારે તેની માતા કેતનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પુત્રીની તબિયત ખરાબ હોવાથી માતા-પુત્રી દવાખાન
Accident


વલસાડ, 28 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક શનિવારે રાત્રે ટ્રકની અડફેટે મોપેડ સવાર 17 વર્ષીય વિશ્વાનું સ્થળ પર મોત નિપજ્યું હતું, જ્યારે તેની માતા કેતનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પુત્રીની તબિયત ખરાબ હોવાથી માતા-પુત્રી દવાખાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે વલસાડથી ખેરગામ જતા માર્ગ પર ટ્રક ચાલકે અચાનક ડાબી તરફ વળાંક લેતા મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રકનું પાછળનું ટાયર યુવતી પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઇજાગ્રસ્ત માતાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ ટ્રક ચાલક વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande