ધીરૂભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે જામનગરતાલુકાના મોટી ખાવડી ખાતે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ
જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વ.ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી અને લોકાભિમુખ ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝન
ટુર્નામેન્ટ


જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વ.ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી અને લોકાભિમુખ ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મોટી ખાવડી ક્રિક્રેટ ગ્રાઉન્ડ ખાતે ‘શ્રી ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ નું આયોજન કરાયું હતું.

આ ટુર્નામેન્ટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધો.5થી 8ની વિદ્યાર્થિઓની અલગ-અલગ 12 ટીમો જોડાઈ હતી. આ રમતોત્સવ વિદ્યાર્થિનીઓ માટે એક ઉત્સાહભર્યો અને સશક્તિકરણથી ભરેલો સાબિત થયો હતો. આ ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેઘપર તાલુકા શાળાની ટીમ વિજેતા થઈ હતી જ્યારે મોટી ખાવડી ક્ધયા શાળાની ટીમ રનર અપ થઇ હતી. જેમને શિલ્ડ અને મોમેન્ટો આપી ઉપસ્થિત મહાનુભાવોએ પ્રોત્સાહિત કર્યા હતા.

ગ્રામ્ય સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓમાં આત્મવિશ્વાસ તથા રમતગમતના ઉત્સાહને આગળ વધારવાના ઉમદા હેતુ સાથે યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં મેઘપર ક્લસ્ટરમાંથી મેઘપર, પડાણા ગામ, પડાણા પાટિયા, જોગવડ ગામ, જોગવડ પાટિયા અને નવાણીયા એમ છ શાળાની ટીમો અને એ જ રીતે મોટીખાવડી ક્લસ્ટરમાંથી મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, ગાગવા, ગાગવા વાડી અને મુંગણી સહિતની શાળાની ટીમો જોડાઈ હતી . નોકઆઉટ ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચો રમાઈ હતી. તમામ મેચોના અંતે મેઘપર અને મોટી ખાવડી ક્લસ્ટરની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ મેચમાં ચેમ્પિયન નક્કી કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટને લઈ ગામના શિક્ષકો અને યુવા સભ્યોએ સ્વૈચ્છિક રીતે સમય આપીને દૈનિક પ્રેક્ટિસ દરમિયાન પોતાના ગામની ગર્લ્સ ક્રિકેટ ટીમને તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, આ ટૂર્નામેન્ટ સુંદર રીતે યોજાય તે માટે આયોજકો દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી હતી , જેમાં મેદાન પર ખેલાડીઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા, ઠંડા પાણીની વ્યવસ્થા, અનુભવી અમ્પાયર અને સ્કોરર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી.

ઉપરાંત, તમામ 12 ટીમોની ખેલાડીઓને સ્પોર્ટ્સ શૂઝ, ખેલાડીના નામ સાથેની કસ્ટમાઇઝ્ડ ટીમ ટી-શર્ટ અને પ્રોત્સાહક મેડલ આપવામાં આવ્યા હતાં. જયારે, ટૂર્નામેન્ટના અંતે પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ વિકેટકીપર અને શ્રેષ્ઠ ટીમને પ્રોત્સાહિત કરી ખેલાડીઓની ખેલ ભાવનાને ઉત્તેજન આપવામાં આવ્યુ હતું . ટૂર્નામેન્ટ બાદ તમામ ટીમોને બેટ, બોલ અને સ્ટમ્પ ધરાવતી ટેનિસ બોલ ક્રિકેટ કિટ પણ ભેટ અપાઈ હતી. જેથી ટૂર્નામેન્ટ બાદ ટીમો પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે.

મહત્વપૂર્ણ છે કે, આ ટૂર્નામેન્ટનો હેતુ ગ્રામ્ય કક્ષાએ રમતોત્સવનું આયોજન કરીને સ્થાનિક ખેલકુદ સંસ્કૃતિને મજબૂત કરવાની સાથે ક્ધયાઓ રમતગમતમાં મહત્તમ સહભાગી બને તે માટે પરિવારજનોને પ્રોત્સાહિત કરવાનો હતો જે સફળ રહ્યો છે.

નોંધનીય છે કે, રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ વર્ષોથી યુવા વર્ગ અને રમતગમતને પ્રોત્સાહન આપતી આવી છે. જામનગર તથા તેની આસપાસના ગામો અને શાળાઓમાં અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટસને સહાય આપીને રિલાયન્સ ગ્રુપે યુવા ખેલાડીઓને પ્રારંભથી જ રમતના અનુભવ સાથે આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરી છે. ક્રિકેટ જ નહીં, રિલાયન્સ ગ્રુપે અન્ય રમતોમાં પણ ભાગીદારીને પ્રોત્સાહિત કરી છે અને ખાસ કરીને ચેસ અને ફૂટબોલને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે, જેથી બાળકોને વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય દર્શાવવાનો અવસર મળી રહે.

આ ટૂર્નામેન્ટ દીકરીઓ માટે પોતાની ક્રિકેટ પ્રતિભા ઓળખવાનો એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો જે શ્રી ધીરુભાઈ અંબાણીના જન્મજયંતિના ઉત્સાહ અને વારસાને અનુરૂપ રીતે યુવા ઊર્જાને પોષણ આપવાની દિશામાં એક નોંધપાત્ર પગલું બની રહયું હતું. આ ટૂર્નામેન્ટ નિહાળવા જામનગર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉમટ્યા હતા.

ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજ નથવાણી ના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્ર સરવૈયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ઉપરાંત આસપાસના મોટી ખાવડી, ગાગવા, મેઘપર, સાપર, જોગવડ, નવાણિયા, મુંગણી તેમજ સિક્કા ગામના સરપંચ અને પંચાયતના સદસ્યો ઉપરાંત આગેવાનો ઉપસ્થિત રહી ટુર્નામેન્ટ નિહાળી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande