

પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુર દ્વારા દેથળી રોડ સ્થિત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા જાગૃતિ તથા ફર્સ્ટ એડ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું અને આરોગ્ય વિષયક તાલીમ મેળવી.
કાર્યક્રમમાં રેડ ક્રોસ સિદ્ધપુરના સેક્રેટરી સુરેશ પંચાલે થેલેસેમિયા રોગ અને તેના નિવારણ અંગે માહિતી આપી. રેડ ક્રોસ પાટણથી આવેલા પ્રફુલભાઈએ CPR ટેકનિક અને પ્રાથમિક સારવાર અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું.
સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કની ટીમે રક્તદાનનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ધ્રુવ ભવાની સહિત પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તથા રેડ ક્રોસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સહયોગથી કેમ્પ સફળ રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ