પાટણ નગરપાલિકામાં બેઠક મુદ્દે પ્રમુખ અને સભાસદો વચ્ચે ટકરાવ, જાન્યુઆરી માસમાં જ સામાન્ય સભાની બેઠક યોજાશે
પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકામાં સામાન્ય સભાની બેઠક વહેલી બોલાવવાના મુદ્દે પ્રમુખ અને સભાસદો વચ્ચે વિવાદ સર્જાયો છે. સભાસદ મુકેશ પટેલે 22 ડિસેમ્બર, 2024ના રોજ અરજી કરીને તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી હતી. આ અરજીના જવાબમાં પાલિકા પ
પાટણ નગરપાલિકામાં બેઠક મુદ્દે પ્રમુખ અને સભાસદો વચ્ચે ટકરાવ, પ્રમુખ હિરલબેન પરમારે  નિયમ પ્રમાણે જાન્યુઆરી માસમાં જ સામાન્ય સભાની બેઠક યોજાશે


પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકામાં સામાન્ય સભાની બેઠક વહેલી બોલાવવાના મુદ્દે પ્રમુખ અને સભાસદો વચ્ચે વિવાદ સર્જાયો છે. સભાસદ મુકેશ પટેલે 22 ડિસેમ્બર, 2024ના રોજ અરજી કરીને તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી હતી.

આ અરજીના જવાબમાં પાલિકા પ્રમુખ હિરલ પરમારે સ્પષ્ટ કર્યું છે કે નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ સામાન્ય સભાની બેઠક યોજાશે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો હોવાથી વહેલી બેઠક બોલાવવાની કોઈ જરૂર નથી તેમ તેમણે જણાવ્યું.

પ્રમુખે પોતાના પત્રમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 51નો ઉલ્લેખ કરી જણાવ્યું કે કુદરતી આફત કે યુદ્ધ જેવી કોઈ કટોકટીની પરિસ્થિતિ હાલ નથી. તેથી કલમ 51 હેઠળ તાત્કાલિક બેઠક બોલાવવાની કાર્યવાહી લાગુ પડતી નથી.

વધુમાં, તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ સભ્ય કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને પ્રમુખનો હોદ્દો ગેરકાયદેસર રીતે સંભાળવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ‘પરસોનેશન’ની ફરિયાદ દાખલ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande