જામનગરમાં સમી સાંજે મનપા કચેરી સામે જ કોર્પોરેટર ઉપર જીવલેણ હુમલો : પૂર્વ નગરસેવક પર આક્ષેપ
જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન જામનગર મહાનગરપાલિકાની કચેરી સામે જ જાહેરમાં વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર ઉપર હુમલો કરવામાં આવતા સનસનાટી ફેલાઈ છે. કોર્પોરેટર પોતાના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમના ઍક્સે
નગરસેવક અસલમ ખીલજી ઉપર હુમલો


જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન જામનગર મહાનગરપાલિકાની કચેરી સામે જ જાહેરમાં વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર ઉપર હુમલો કરવામાં આવતા સનસનાટી ફેલાઈ છે. કોર્પોરેટર પોતાના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમના ઍક્સેસ સાથે આરોપીઓએ કાર અથડાવી પછાડ્યા બાદ હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોર્પોરેટરને પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલા અંગેની જાણ થતા સાથી કોર્પોરેટરો ઉપરાંત સમાજ અગ્રણીઓ અને રાજકીય ટેકેદારો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બીજી બાજુ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જીવલેણ હુમલા મામલે પૂર્વ વિપક્ષી નેતા સહિત 6 શખ્સો સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાતા ચકચાર મચી છે.

જામનગરમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર અસ્લમ ખિલજી ઉપર હિંચકારો હુમલો કરાયો હતો. ગઇકાલે સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોર્પોરેટર અસ્લમ ખિલજી પોતાનું ટુ વ્હીલર લઈને જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતેથી પોતાના ઘર તરફ જતા હતા આ વેળાએ શહેરના ટાઉનહોલ નજીક મહાનગરપાલિકાના બીજા ગેટ સામે બાળકોનો મેળો ભરાઈ છે ત્યાં આરોપીઓ એ અસ્લમ ખિલજીના વાહનને ઠોકર મારી હતી.

જેમાં અસ્લમભાઈ માર્ગ પર ઢળી પડ્યા હતાં બાદમાં પાંચ જેટલા અજાણ્યા શખ્સો નગરસેવક પર તૂટી પડ્યા હતા. જે હુમલામાં કોર્પોરેટર અસ્લમ ખીલજીને પગના અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ ભાજપ, કોંગ્રેસ અને સાથી પક્ષના કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકર્તાઓ, ટેકેદારો અને સમાજ અગ્રણીઓ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જેને લઇ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. સીટી બી ડિવિઝન પીએસઆઇ મોઢવાડિયા સહિતનો સ્ટાફ અને મહિલા પોલીસ કર્મીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. બાદ વધુ સારવારની જરૂર જણાતાં ઇજાગ્રસ્ત અસ્લમભાઈને ખાનગી હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં અસ્લમ ખિલજી પર હુમલા મામલે પુરબીયાની ખડકી પટણી વાડ ખાતે રહેતા શાહનવાઝ મહમદ હનીફ ખીલજીએ આરોપી જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો રજાકભાઇ ચૌહાણ રહે.પટણીવાડ જામનગર, ઇસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી રહે.મહારાજા સોસાયટી જામનગર, સલીમ વલીભાઇ ખીલજી રહે.પટણીવાડ જામનગર, હબીબ ખફી રહે.શંકર ટેકરી જામનગર, સમીર ઉર્ફે ચોર શકીલભાઇ ચૌહાણ રહે.સીધ્ધનાથ સોસાયટી કસાઇ કબ્રસ્તાનની ગલ્લીમા જામનગર અને આરોપી અલ્તાફભાઇ ખફી (રહે.ક્રિષ્ના પાર્ક અને સુમરા ચાલીની વચ્ચે પટેલ પાર્ક જામનગર)ના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોર્પોરેટર અસ્લમ ખિલજી ગઈકાલે સાંજે પોતાની એકસેસ બાઇક લઇને જતા હોય ત્યારે અલ્તાફભાઇ ખફીએ આરોપી જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો રજાકભાઇ ચૌહાણ રહે.પટણીવાડ જામનગર, ઇસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી રહે.મહારાજા સોસાયટી જામનગર, સલીમ વલીભાઇ ખીલજી રહે.પટણીવાડ જામનગર, હબીબ ખફી રહે.શંકર ટેકરી જામનગર, સમીર ઉર્ફે ચોર શકીલભાઇ ચૌહાણ ને મોકલ્યા હતા. જેમા આ તમામ આરોપીઓએ પ્રથમ કોર્પોરેટર અસ્લમ ખીલજીની ટુવ્હીલર સાથે કાર અથડાવી અકસ્માત કર્યો હતો.

જેને લઈને અસલમભાઈ માર્ગ પર ઢળી પડ્યા હતા. બાદમાં આરોપી જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો એ તલવાર વડે હુમલો કર્યો હતો. આરોપીએ મારીનાખવાના ઇરાદે માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી લીધો હતો. બાદમાં ઇસ્તીયાક ઉર્ફે ચોટલીએ લોખંડનો પાઇપ વડે ધુંટણથી નીચેના ભાગે ઘા માર્યા હતા. તો તથા સલીમ વલીભાઇ ખીલજી એ લોખંડના પાઇપ વડે આડેધડ ઘા માર્યા હતા. જ્યારેસમીર ઉર્ફે ચોરે પણ લાકડાના ધોકા વડે શરીરે જેમફાવે તેમ માર મારી ભુંડી ગાળો ભાંડી હતી. વધુમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

હાલ પોલીસે અસ્લમ ખિલજીના સબંધોની ફરિયાદના આધારે 6 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિત બી.એન.એસ. કલમ-109(1), 117(1), 118(1), 115(2), 352, 351(3), 61(2), 189(1), 190 તથા જી.પી. એક્ટ 135(1) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande