એક ગાયથી 150 થી વધુ ગીર ગાય સુધી :પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બન્યા વનરાજ સિંહ ચૌહાણ
વડોદરા, 30 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના બાવળીયા ગામના વનરાજ સિંહ ચૌહાણ આજે પ્રાકૃતિક ખેતીની સફળતાના જીવંત ઉદાહરણ બની રહ્યા છે. વર્ષ 2012થી તેમણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી અને આજે તેઓ 50 એકર જમીનમાં સફળતાપૂર્વક
એક ગાયથી 150 થી વધુ ગીર ગાય સુધી પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બન્યા વનરાજ સિંહ ચૌહાણ


એક ગાયથી 150 થી વધુ ગીર ગાય સુધી પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બન્યા વનરાજ સિંહ ચૌહાણ


એક ગાયથી 150 થી વધુ ગીર ગાય સુધી પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બન્યા વનરાજ સિંહ ચૌહાણ


વડોદરા, 30 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના બાવળીયા ગામના વનરાજ સિંહ ચૌહાણ આજે પ્રાકૃતિક ખેતીની સફળતાના જીવંત ઉદાહરણ બની રહ્યા છે. વર્ષ 2012થી તેમણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી અને આજે તેઓ 50 એકર જમીનમાં સફળતાપૂર્વક ખેતી કરે છે.

શરૂઆતમાં માત્ર એક ગીર ગાયથી શરૂ કરેલી તેમની ખેતી આજે 150 થી વધુ ગીર ગાયો સુધી વિસ્તરી છે.

વનરાજ સિંહ માને છે કે, “ગાય લાવે એની ગરીબી જાય” – અને આ વિચારને તેમણે પોતાના જીવનમાં સાકાર કર્યો છે.

તેઓ દેશી ગાયના ગૌમુત્ર અને છાણના ઉપયોગથી જીવામૃત, ઘનજીવામૃત તેમજ ખેતરમાંથી જ તૈયાર થતા કુદરતી ખાતર અને જન્તુનાશક નિમાસ્ત્ર તથા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે. તેના પરિણામે પાકમાં કુદરતી મીઠાસ, ગુણવત્તા અને પૌષ્ટિકતા વધે છે, જે ગ્રાહકોને ખૂબ પસંદ પડે છે. આ કારણે ગ્રાહકો વારંવાર તેમના પાકની માંગ કરે છે અને ફેમિલી ફાર્મર તરીકે તેઓ અનેક પરિવાર સુધી દુધ, શાકભાજી અને અનાજ પહોંચાડે છે.

મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી પાકમાં રોગચાળો ઓછો જોવા મળે છે તેમજ જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે.

વનરાજ સિંહ પોતાના ખેતરમાં પરંપરાગત અનાજ જેમ કે, જુવાર, બાજરી, રાગી, ઘંઉ ઉપરાંત કઠોળમાં ચણા, મગ, અળદ, તુવેર અને ઋતુ અનુસાર વિવિધ શાકભાજી ઉગાડે છે. આ સાથે સરગવો, જમરૂખ અને લીંબુની વાડી પણ વિકસાવી છે.

તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને બચાવતી નથી પરંતુ ખેડૂતને આર્થિક રીતે પણ સશક્ત બનાવે છે. “પ્રાકૃતિક ખેતીથી ધારીએ તેટલી કમાઈ શક્ય છે,” એમ તેઓ આત્મવિશ્વાસપૂર્વક કહે છે.

આ વિચારધારા અનુસરતા તેમણે પોતાના બન્ને દિકરાઓને પણ ખેતીમાં જ આગળ વધવા અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનની તેઓની દુકાનને સંભાળવાની જવાબદારી સોંપી છે.

વનરાજ સિંહ ચૌહાણનું માનવું છે કે, આજના સમયમાં પ્રાકૃતિક ખેતી એક તાતી જરૂરિયાત છે. “અગાઉ ખેડૂતો પૈસા માટે ખેતી કરતા હતા, હવે પરિવાર અને આરોગ્ય બચાવવા માટે ખેતી કરવી પડશે,” એમ તેઓ સ્પષ્ટ સંદેશ આપે છે.

તેઓ આજે મોડલ ફાર્મ અને આત્મા પ્રોજેક્ટના ખેડૂત ટ્રૈઇનર તરીકે અન્ય ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપે છે. વનરાજ સિંહની સફળતા અનેક ખેડુતો માટે પ્રેરણાસ્ત્રોત છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતની દિશામાં એક મજબૂત પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande