
ગીર સોમનાથ 30 ડિસેમ્બર (હિ.સ.) સ્વચ્છ ભારત મિશન (અર્બન) કચેરી, ગાંધીનગર અને પ્રાદેશિક કમિશનરની કચેરી, ભાવનગરના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા નગરપાલિકા દ્રારા સઘન સફાઇ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે ચીફ ઓફિસર અને ઉપ પ્રમુખશ્રી દ્વારા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સફાઇ કામગીરીનું નીરિક્ષણ કરવામાં આવ્યું છે.
આ તકે સેનિટેશન ઈન્સ્પેકટર અને સેનિટેશન શાખાના કર્મચારીઓ સાથે સઘન સફાઇ માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વિઝિબલ ક્લીનલીનેસના આયામોને સાકાર કરવા હેતુ નગરપાલિકા દ્વારા જી.પી.એસ. થકી ડોર ટુ ડોર કામગીરીનું મોનીટર કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ઇસમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. ૮૨૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નગરપાલિકા દ્રારા સોર્સ સેગ્રીગેશન અર્થે શાળાઓમાં બાળકો તથા વિવિધ વિસ્તારોમાં નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ