(અપડેટ) સાણંદના કલાણા ગામમાં સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ જૂથ અથડામણ,ડ્રોનમાં દેખાયા ખેતરોમાં છૂપાયેલા લોકો
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) સાણંદ તાલુકાના કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારાની ઘટન
(અપડેટ)  સાણંદના કલાણા ગામમાં સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ જૂથ અથડામણ,ડ્રોનમાં દેખાયા ખેતરોમાં છૂપાયેલા લોકો


અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) સાણંદ તાલુકાના કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારાની ઘટના બની હતી. સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ 'સામે કેમ જુવે છે' કહી માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી. પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી હતી. ત્યારે મંગળવારે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી અને પથ્થરમારો શરૂ થતા અલગ અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

પોલીસ ગામમાં કોમ્બીંગ ચાલુ છે. ગામમાં બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે. જે લોકો શંકાસ્પદ છે તેઓની પૂછપરછ ચાલુ છે. જેની સંડોવણી હશે તેને છોડવામાં નહીં આવે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ હિંસક ઘટનામાં સંડોવાયેલા 42 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. જે ઘરો અને ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ કબજે કર્યા છે. હાલ ગામમાં 80થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપગે છે જેથી સ્થિતિ વધુ ન બગડે. ગામના પ્રવેશદ્વાર પર બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે, જ્યાંથી અંદર આવનાર લોકોનું ચેકિંગ કરવામાં આવશે.પોલીસ કાર્યવાહીના ડરથી મોટાભાગના ઘરને તાળા લાગ્યા છે. ઘણા લોકો પોતાના પરિવાર સાથે ગામ છોડીને પલાયન થયા છે. ઘટના બાદના વિસ્તારના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. બનાવ બાદ ખેતરોમાં લોકો છુપાતા નજરે પડ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande