
જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના ગોકુલનગરથી જકાતનાકા અને સાંઢીયા પુલને જોડતા 30 મીટર ડીપી રોડને પહોળો કરવાની કામગીરી તંત્ર દ્વારા તેજ કરવામાં આવી છે. આજે આસિસ્ટન્ટ કમિશનર અને ટીપીઓ ટીમ દ્વારા દુકાનદારોને દુકાન ખાલી કરવા અલ્ટીમેટમ અપાયું હતું.
શહેરના ગોકુલનગરથી લઈ અને જકાતનાકા તેમજ સાંઢીયા પુલ સુધી 30 મીટર રોડ ડીપી કપાતમાં આવતો હોવાથી પહોળો કરવાનું કામગીરી તેજ બનાવવામાં આવી છે. આ માટે જામ્યુકોના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરર્ણવા તેમજ ટી પી ઓની ટીમ દ્વારા દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી કે વચગાળાના દિવસોમાં સ્વેચ્છિક રીતે દબાણમાં આવે જો આ દબાણ હટાવવામાં નહીં આવે તો નાછૂટકે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt