
જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જુદા જુદા વિભાગના ત્રણ અધિકારીઓ જિલ્લા પંચાયતના પદાધિકારી સભ્યો કે અધિકારીને જવાબ ન દેતા હોય અને કામની ગુણવત્તા પણ સારી ન કરતા હોય રાજ્ય સરકારની જુદી જુદી યોજના હોય કે જિલ્લા પંચાયતની સમિતિમાં નક્કી થયેલા પ્રજાલક્ષી કાર્યો હોય તેવા કામોમાં બેદરકારી દાખવનાર આ ત્રણ અધકારીઓને રૂપિયા એકનો ટોકન દરે દંડ કરવા અને રાજ્ય સરકારમાં પરત મોકલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવને લઈને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રાજકીય વાક્યો સર્જાયું હતું અને જિલ્લા પંચાયતની આ સભાની અંદર હાજર રહેલા ધારાસભ્ય હેમત ખવાએ આ કાર્ય પદ્ધતિ અને જિલ્લા પંચાયતના અણઘડ વહીવટ ગણાવ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતના આ ત્રણ અધિકારીઓ સામે બહુમતીના જોડે ભાજપે ઠરાવ મંજૂર કર્યો હતો.
જેમાં માર્ગ મકાન વિભાગના ધ્રોલ તાલુકાના નાયબ ઈજનેર બાવીસીને રૂ.એક દંડ કરવામાં આવ્યો છે અને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ કર્યો છે. તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પણ એક રૂપિયો દંડ અને તેમના ચાર્જમાંથી મુક્તિ આપવાનો અને સરકારમાં પરત મોકલવાનો નિર્ણય કરાયો છે.
આજ રીતના યશોદા એવોર્ડ આપવા ગેરરીતિ કરનાર આઈસીડીએસના અધિકારી પ્રજ્ઞાબેનને પણ રૂપિયો એક દંડ કરી અને તેની સામે તપાસ સમિતિ મૂકવાની જાહેરાત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. આમ જિલ્લા પંચાયતની આજની સામન્ય સભામાં જે રોયલ્ટીના આવક અને વિકાસના કામો મંજુર કરવાની સાથે સાથે આ ત્રણ અધિકારીઓને દંડ કરવાના મુદ્દે ખૂબ જ ચર્ચા જાગી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt