

- સિદ્ધિ પટેલની યાત્રા આત્મનિર્ભર ભારત, મહિલાઓને સશક્ત બનાવવું અને ગ્રામ્ય સ્તરે ઉદ્યોગશીલતા માટેનું ઝગમગતું ઉદાહરણ
વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) પાદરાના ગ્રામિણ વિસ્તારમા વસેલી, જશોદા ગીર ગૌશાળા મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગના મજબૂત મોડેલ તરીકે આગળ આવી છે, જે પરંપરાગત જ્ઞાનને સ્થાયી જીવનધારણ સાથે મિશ્રિત કરે છે. ગૌશાળાએ સશક્ત નારી સિદ્ધિ પટેલને આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ગૌશાળાએ માનપૂર્ણ આવકનો સ્રોત ઉભો કરવા અને નજીકના ગામનાં 8 થી 10 મહિલાઓ માટે રોજગાર સર્જવામાં સક્ષમ બનાવ્યું છે.
લગભગ 70 ગીર ગાયોને સંભાળતાં, સિદ્ધિ પટેલે સફળતાપૂર્વક સંચાલિત ડેરી ઉદ્યોગ વિકસાવ્યો છે અને ગાયના છાણમાંથી બનેલા વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનોની વધતી શ્રેણી પણ તૈયાર કરી છે. આ પર્યાવરણમિત્ર અને સ્થાનિક ઉપક્રિયામાંથી, મહિને લગભગ રૂપિયા 1 લાખ કમાય છે—દૂધ વેચાણમાંથી 1.45 લાખ અને ગાયના છાણના ઉત્પાદનોમાંથી વધારાના રૂપિયા 30 હજાર જેવી આવક મેળવે છે જે ગ્રામિણ સંસાધનોને નફા માર્ગદર્શક અને ટકાઉ વ્યવસાયમાં કેવી રીતે રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે.
પાદરા તાલુકાના તાજપુરા ગામે 2019માં સ્થાપાયેલ જયશોદા ગીર ગૌશાળા પંચગવ્ય તાલીમ મેળવ્યા પછી તેની મૂલ્યવર્ધિત યાત્રા 2021 થી શરૂ થઇ.
આજે, ગૌશાળામાં વધુમાં વધુ 15 ઉત્પાદનો બનાવવામાં આવે છે- જેમાં ગૌમય દીપક, ધૂપ કપ અને સ્ટીક્સ, ગોબર માળા, દુખાવા નિવારક તેલ, ઘી, પ્રાકૃતિક સાબુ, દાંત પાવડર, ગોનીલ (પ્રાકૃતિક ફ્લોર ક્લીનર), ફુટ રેસ્ટ, મોબાઈલ રેડિયેશન પ્રતિરોધક ચિપ્સ, ઔષધિય ઉત્પાદનો અને મોબાઈલ સ્ટેન્ડ્સ શામેલ છે—જેમાંથી મોટાભાગના ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે.
આ સ્વદેશી, રાસાયણિક મુક્ત ઉત્પાદનો હવે સમગ્ર ભારતમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, જે પ્રાકૃતિક અને સ્થાનિક વિકલ્પોની વધતી માંગ દર્શાવે છે.
આર્થિક સફળતા સિવાય, આ પહેલ ગ્રામીણ મહિલાઓ માટે સ્થિર રોજગારીનો સ્ત્રોત બની છે, જેના દ્વારા તેમને નાણાકીય સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ મળે છે.
સિદ્ધિ પટેલની યાત્રા આત્મનિર્ભર ભારત, મહિલાઓને સશક્ત બનાવવું અને ગ્રામ્ય સ્તરે ઉદ્યોગશીલતા માટેનું ઝગમગતું ઉદાહરણ છે. સરકારના સ્વદેશી અપનાવો અભિયાન સાથે જશોદા ગીર ગૌશાળા પરંપરાગત પ્રથાઓને જાળવવાની સાથે સાથે આધુનિક બજારો માટે જગ્યા બનાવી રહ્યા છે. ભવિષ્યમાં ઉત્પાદન અને પહોંચ વધારવાના આયોજન સાથે, ગૌશાળા વધુમાં વધુ મહિલાોને આત્મનિર્ભર અને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધવા પ્રેરણા આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ