
પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાને સાસરિયાઓએ માર માર્યાની ફરીયાદ નોંધાઈ છે.
પતિના અવસાનના ત્રણ માસ બાદ જ સાસરીયાઓએ મકાન પચાવી પાડવા દબાણ શરૂ કર્યુ હતુ પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા સવિતાબેન વિનોદભાઈ સોરઠીયાના પતિ વિનોદભાઈ ત્રણ માસ પૂર્વે હદયરોગના હુમલાથી મોત થયુ હતુ.ત્યાર બાદ મકાન અને સરસમાન તેમના સાસુને જોઇતો હોય આથી સાસુ મોધીબેન ખીમાભાઈ સોરઠીયા, સામત ઉર્ફે ટીનો સોરઠીયા, શાંતિબેન અને ખીમાભાઈ ભીખાભાઈ સોરઠીયા સહિતનાઓ સવિતાબેનને ઘર છોડી જવાનુ કહિ અને ઢિકાપાટુનો માર મારી ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya