
- ખેતરોમાં છુપાયેલાને ડ્રોનથી પકડ્યા
- કલાણા આખું ગામ ખાલી
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ સોમવારે રાત્રિના પથ્થરમારાની ઘટના બની હતી. આજે મંગળવારે સવારે સાણંદ તાલુકાના કલાણા ગામમાં ફરી સ્થિતિ બગડતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બે જૂથો વચ્ચે સામસામે થયેલા પથ્થરમારાના વીડિયો પણ સામે આવ્યા હતા.
જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઘટનામાં સંડોવાયેલા 40થી વધુ લોકોની અટકાયત કરી છે.
પોલીસ કલાણા ગામમાં પહોંચતાની સાથે જ આખું ગામ ખાલી જોવા મળ્યું. પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું તો જે ઘરમાંથી પથ્થરમારો થયો હતો અને જ્યાં પથ્થરમારો થયો હતો તેની ચારે બાજુ પથ્થરો અવે ઈંટોના ટૂંકડા જોવા મળ્યા. ગાડીઓના કાચ પણ તૂટી ગયા છે, પોલીસે ગામમાં લાગેલા DVR કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ