પાટણમાં શાળાના બાળકોનો ‘પર્વત બચાવો’ પર્યાવરણ સંદેશ
પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા, પાટણ ખાતે 31 ડિસેમ્બર, 2025ના રોજ 250 બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા ‘પર્વત બચાવો’ (Save Mountains) નો અસરકારક સંદેશ આપ્યો હતો. આ અનોખી પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાગૃત
પાટણમાં શાળાના બાળકોનો ‘પર્વત બચાવો’ પર્યાવરણ સંદેશ


પાટણમાં શાળાના બાળકોનો ‘પર્વત બચાવો’ પર્યાવરણ સંદેશ


પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા, પાટણ ખાતે 31 ડિસેમ્બર, 2025ના રોજ 250 બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા ‘પર્વત બચાવો’ (Save Mountains) નો અસરકારક સંદેશ આપ્યો હતો. આ અનોખી પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બાળકો દ્વારા રજૂ કરાયેલ માનવ રચિત કૃતિનો મુખ્ય ઉદ્દેશ પર્વતોના ઘટતા અસ્તિત્વ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. અરવલ્લી જેવી પર્વતમાળાઓ માત્ર પથ્થરોનો સમૂહ નથી, પરંતુ ભારતીય ઉપખંડનો સૌથી પ્રાચીન ભૂસ્તરશાસ્ત્રીય અને ઐતિહાસિક વારસો છે.

પર્વતો આબોહવા સંતુલન, જળ સુરક્ષા અને જૈવ વિવિધતાના રક્ષક છે તેમજ નદીઓના ઉદ્ભવસ્થાન અને રણના આક્રમણ સામે ઢાલ સમાન છે. ગેરકાયદેસર ખનન અને વધતા શહેરીકરણથી પર્વતમાળાઓ જોખમમાં મુકાઈ છે, ત્યારે શાળાના બાળકોએ સમાજને પર્વતોના સંરક્ષણ માટે આગળ આવવાની અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande