
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના બોખીરામાં દીકરી સગાઈ બાદ લગ્ન નહી કરવાના મામલે ચાલતા મનદુઃખમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ધોકાવડે માર મારતા મામલો ગરમાયો હતો. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોરબંદરના ઉદ્યોનગર પોલીસ સ્ટેશનમાં અમન ઉર્ફે ચમન સવાભાઈ પરમારે આરોપી નવલ પરમાર, મનજી પરમાર, નવઘણ પરમાર, ખોડા પરમાર વિરૂધ્ધ ફરીયાદ નોધાવી છે. આ ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી અમન તથા આરોપી નવલ તથા મનજી કુટુંબીક ભાઈ થાય છે. અમનભાઈ દીકરી ની સગાઈ થયેલ હતી બાદ લગ્ન નહી કરવા મામલે મનદુઃખ ચાલતુ હતુ તે વચ્ચે અમનભાઈ ફઈ હિરીબેને આરોપીઓને સમાધાન કરી લેવાનું જણાવ્યુ હતુ. પરંતુ આ વાત આરોપીઓને પસંદ ના આવતા ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી હતી. બાદ અમનભાઈ તથા ચંપાબેનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ લાકડાના ધોકા વડે ચંપાબેને કપાળ ઉપર માથાના ભાગે તેમજ અમનભાઈને પીઠના ભાગે મારતા ઇજાગ્રસ્ત બન્યા હતા પોલીસે ફરીયાદી અમનભાઈ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya