
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ રદ્દ કરવાનો હાઈકોર્ટનો હુકમ થયો છે પોરબંદરના જાણીતા વકીલ ભરતભાઈ લાખાણીના જણાવ્યા મુજબ પતિ- પત્નિના ઝગડાના કિસ્સામાં આઈ. પી. સી. કલમ-498(ક) મુજબની ફરીયાદો થતી જ રહે છે. ત્યારે પોરબંદરની મહીલા પોલીસ સ્ટેશનમાં 2020 માં ફરીયાદી અરભમ રાણાભાઈ ગોઢાણીયા દ્વારા પોતાની દિકરી પુનમ ગોઢાણીયાના પાવરદાર તરીકે અને ફરીયાદી પોતે ડીવાય.એસ.પી. હોવાના કારણે અનેક કલમો હેઠળ 8 સભ્યો સામે ફરીયાદ દાખલ કરાવેલી હતી. તમામ આરોપીઓ વતી પોરબંદરના જાણીતા સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા પ્રથમ પોરબંદરની કોર્ટમાંથી તમામના આગોતરા જામીન મેળવેલા હતાં. અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા ક્રોસીંગ પીટીશન ફાઈલ કરતા અને તેમાં વિગતવાર દલીલ થયા મુજબ ફરીયાદી પુનમ અને તેનો પતિ ભુપત કાનાભાઈ ઓડેદરા ક્યારેય ભારતમાં સાથે રહેલા જ ન હોય અને ફરીયાદમાં પણ લંડનમાં જ બનાવ બનેલ હોવાનું જણાવેલુ હોય એટલુ જ નહીં પોલીસ ચાર્જશીટમાં ક્યાંય પુનમબેનનું નિવેદન ન હોય અને લંડનમાં પુનમબેન અને ભુપત વચ્ચે છુટાછેડા પણ થઈ ગયેલા હોય અને ડીવાય. એસ. પી. તરીકે સતાનો ગેરઉપયોગ કરી ખોટી ફરીયાદ કરાવેલી હોય તે તે સંબંધેની વિગતવાર હાઈકોર્ટમાં દલીલ થતા અને ફરીયાદ પક્ષે પણ વકીલ રાખીને વાંધાઓ લીધેલા હોય પરંતુ નામદાર હાઈકોર્ટ દ્વારા સુપ્રિમ કોર્ટનું શોભીતકુમાર વરસીસ સ્ટેટ ઓફ ઉતર પ્રદેશ નું જજમેન્ટ ઘ્યાને રાખી અને 498 ની જોગવાઈઓ તથા અન્ય અસંખ્ય કલમો નીચે ગુન્હો દાખલ થયેલો હોય જેમાં આઈ.પી.સી. કલમ-498(એ), 323, 406, 420, 494, 506(2), 120(બી), 109 તથા દહેજ પ્રતિબંધ ધારાની કલમ-3 અને ૫ મુજબનો ગુન્હો નોંધાવેલો હોય પરંતુ તે સંબંધેનો કોઈ પુરાવો રેકર્ડ ઉપર ન હોય અને તે રીતે હાઈકોર્ટના જસટીસ વિમલ કે. વ્યાસ દ્રારા વિગતવારનો હુકમ કરી કાયદાની જોગવાઈઓ તથા રેકર્ડ ઉપરના પુરાવાઓ ધ્યાને લઈ તમામ આઠે આઠ વ્યકિતઓ સામેની ફરીયાદ તથા ચાર્જશીટ રદ કરવાનો એટલે કે, ગુન્હાહીત તમામ કાર્યવાહીમાંથી આરોપીઓને મુકત કરવાનો તા. 25/11/2025 નાંરોજ હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી ગુજરાત હાઈકોર્ટમાં આશીષભાઈ ડગલી તથા પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, નવધણ જાડેજા, રોકાયેલા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya