ભુજ/અમદાવાદ,01 ફેબ્રુઆરી (હિ.સ.) રાજય સરકાર રાજ્યના પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બને તેમજ વ્યવસાયને સારી રીતે સ્થાપિત કરીને આર્થિક રીતે પગભર
બને તે હેતુ સાથે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા સહભાગી થનારા નાગરિકો પણ સ્વયં વિકાસપથ પર અગ્રેસર બને તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે પશુ પાલકો માટે ઉપયોગી “ઘાસચારા બિયારણ મીનીકીટસ” સહાયકારીયોજના વિષે જાણીએ.
પશુઓને સારો તથા ગુણવતાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા તથા તેનું નિર્દેશન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલ ઘાસચારા જાતના ઘાસચારા મીનીકીટસ પુરા પાડવામાં આવે છે. લાયકાત: અનુસૂચિત જાતિ,અનુસૂચિત જન જાતિ, સામાન્ય જાતિ અને બક્ષીપંચના ખેડૂતો-પશુપાલકો વિનામૂલ્યે યોજનાની અરજી પદ્ધતિ: ફિઝિક્લી અરજી કરવાની થાય છે.
જિલ્લા પશુપાલન અધિકારી તથા નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી અન્ય શરતો: ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ અથવા એક વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડા પટ્ટે લીધેલ જમીન હોવી જોઈએ. ખેડૂત પશુ ધરાવતો હોવો જોઈએ. જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ