અનુપમ ખેર, પ્રભાસ સાથે તેમની 544મી ફિલ્મમાં જોવા મળશે
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) અભિનેતા અનુપમ ખેર તાજેતરમાં, કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'માં સ્વતંત્રતા સેનાની જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયને દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ
અનુપમ


નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) અભિનેતા અનુપમ ખેર તાજેતરમાં, કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'માં સ્વતંત્રતા

સેનાની જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયને

દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહીં. હવે, અનુપમ ખેરે તેમની

544મી ફિલ્મની જાહેરાત કરી છે, જેમાં તેઓ સુપરસ્ટાર પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરશે. આ

બંનેનો પહેલો સહયોગ છે અને આ ફિલ્મનું દિગ્દર્શન હનુ રાઘવપુડી કરી રહ્યા છે.

અનુપમ ખેરે તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર, પ્રભાસ અને

ફિલ્મના નિર્માતાઓ સાથેની કેટલીક તસવીરો શેર કરીને તેમની 544મી ફિલ્મની

જાહેરાત કરી. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે, જોવા મળશે. તેની આ

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં અનુપમે લખ્યું, ભારતીય સિનેમાના

એકમાત્ર બાહુબલી, પ્રભાસ સાથે મારી

544મી ફિલ્મની

જાહેરાત કરતા આનંદ થાય છે. આ ફિલ્મનું નિર્દેશન હનુ રાઘવપુડી દ્વારા કરવામાં

આવ્યું છે. અદ્ભુત વાર્તા,

જીવનમાં બીજું

શું જોઈએ છે, મિત્રો. જય

હો. આ પોસ્ટમાં તેમણે આ આગામી ફિલ્મનું નામ હાલ પૂરતું ગુપ્ત રાખ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande