'ઓપરેશન સિંદૂર' પર, કલાકારોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી
નવી દિલ્હી, ૦7 મે (હિ.સ.) 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું મોજુ ફરી વળ્યું. ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવો જોઈએ તેવી માંગ ક
સિંદુર


નવી દિલ્હી, ૦7 મે (હિ.સ.) 22 એપ્રિલના રોજ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ

દેશભરમાં ગુસ્સાનું મોજુ ફરી વળ્યું. ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવો જોઈએ તેવી

માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન, સંરક્ષણ મંત્રાલયે, મહત્વપૂર્ણ માહિતી આપી છે. બુધવારે

મધ્યરાત્રિએ ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ

હુમલાને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં

આવ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં નવ સ્થળોએ, સર્જિકલ સ્ટ્રાઈક

કરીને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. 'ઓપરેશન સિંદૂર' પછી ઘણા કલાકારોએ ભારતના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

રિતેશ દેશમુખ, અનુપમ ખેર, નિમ્રત કૌર, વિવેક

અગ્નિહોત્રી, મધુર ભંડારકર, કાજલ અગ્રવાલ, ચિરંજીવી જેવા

ઘણા કલાકારોએ પોતાની લાગણી વ્યક્ત કરી છે.

રિતેશ દેશમુખે સવારે 3 વાગ્યે તેના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી. 'ઓપરેશન સિંદૂર'નું પોસ્ટર શેર

કરતા તેણે લખ્યું, 'જય હિંદ કી

સેના...ભારત માતા કી જય'.

તેમણે #ઓપરેશન સિંદૂરના હેશટેગનો

પણ ઉપયોગ કર્યો. અમિતાભ બચ્ચન અને ચિરંજીવીએ એક પોસ્ટર પણ શેર કરી છે, જેના પર 'જય હિંદ' અને 'ઓપરેશન સિંદૂર' લખેલું છે. તાપસી

પન્નુ અને કાજલ અગ્રવાલે પણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

મધુર ભંડારકરે 'ઓપરેશન સિંદૂર' શબ્દો સાથે, એક

પોસ્ટર શેર કર્યું અને લખ્યું, અમારી પ્રાર્થનાઓ ભારતીય સેના સાથે છે. આપણે એક

રાષ્ટ્ર તરીકે સાથે છીએ. જય હિંદ, વંદે માતરમ!” આ કહીને તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

કંગના રનૌતે લખ્યું, 'તેમણે મોદીને

કહેવાનું કહ્યું અને મોદીએ તેમને કહ્યું.'

અભિનેતા અનુપમ ખેરે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને

કેપ્શન લખ્યું 'ભારત માતા કી જય'.

પહેલગામ હુમલા પછી ઘણા કલાકારોએ પાકિસ્તાનને જવાબ આપવો

જોઈએ. સંજય દત્તે, સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા અને

લખ્યું હતું કે,” તેમણે આપણા લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ માફ ન કરી શકાય.

આ આતંકવાદીઓએ જાણવું જોઈએ કે, આપણે ચૂપ નહીં બેસીએ. આનો બદલો લેવો જ જોઇએ.”

દરમિયાન, 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળો પર હવાઈ

હુમલા જોવા મળ્યા છેઃ બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમબેર, ચામ અમરુ, બાગ,

કોટલી, સિયાલકોટ અને

મુઝફ્ફરાબાદ.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande