નવી દિલ્હી , 8 મે (હિ.સ.) રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ભૂલ ચૂક માફ'ને લઈને
દર્શકોમાં ઘણો ઉત્સાહ હતો. આ ફિલ્મ 9 મેના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે તેની
રિલીઝને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રિલીઝના એક દિવસ પહેલા જ, ફિલ્મના
નિર્માતાઓએ જાહેરાત કરી છે કે 'ભૂલ ચૂક માફ' હવે સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. આ નિર્ણયની પુષ્ટિ
નિર્માતા દિનેશ વિજાને પોતે એક સત્તાવાર નિવેદન દ્વારા કરી છે.
નિર્માતાઓએ તેમના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરની ઘટનાઓ
અને દેશભરમાં વધેલી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, મેડોક ફિલ્મ્સે
નિર્ણય લીધો છે કે, 'ભૂલ ચૂક માફ' હવે સીધી
દર્શકોના ઘરે પહોંચાડવામાં આવશે. આ ફિલ્મ 16 મેથી પ્રાઇમ વિડિયો પર ફક્ત ઉપલબ્ધ થશે. અમે તમને
થિયેટરોમાં મળવા માટે ઉત્સાહિત હતા, પરંતુ રાષ્ટ્રની લાગણીઓ અમારા માટે સર્વોપરી છે. જય
હિન્દ.
'ભૂલ ચૂક માફ' એક હળવી કૌટુંબિક
કોમેડી છે, જે પુષ્કળ હાસ્ય તેમજ હૃદયસ્પર્શી ક્ષણો પ્રદાન કરે છે. આ ફિલ્મમાં
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડી પહેલીવાર સાથે જોવા મળશે, જેના કારણે
દર્શકોને એક નવી અને તાજગીભરી કેમેસ્ટ્રી જોવા મળશે. થિયેટરોને બદલે ઓટીટીપર રિલીઝ થવાથી, આ ફિલ્મ હવે વધુ
લોકો માટે સરળતાથી સુલભ બનશે, ખાસ કરીને એવા દર્શકો માટે જેઓ પરિવાર સાથે ઘરે મનોરંજનનો
આનંદ માણવાનું પસંદ કરે છે. આ ફિલ્મ 16 મેના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર પ્રીમિયર
થશે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ