નવી દિલ્હી, 7 મે (હિ.સ.) દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન, તાજેતરમાં બોલિવૂડના
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને મળવા માટે, તેમના મુંબઈના નિવાસસ્થાને ગયા હતા. આ
ખાસ મુલાકાતની એક તસવીર સામે આવી છે.જેમાં બંને
દિગ્ગજ કલાકારો હસતા અને કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. તેમની મુલાકાતનો આ
ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી
ગયો. ચાહકો આ મીટિંગને કોઈ મોટા પ્રોજેક્ટની તૈયારી સાથે જોડી રહ્યા છે. ઘણા
યુઝર્સ માને છે કે અલ્લુ અને આમિર ટૂંક સમયમાં કોઈ ફિલ્મ કે વેબ સિરીઝમાં સાથે
જોવા મળી શકે છે. જોકે, હાલમાં બંને
પક્ષો દ્વારા આ બેઠક અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જો આપણે વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, આમિર ખાન ટૂંક
સમયમાં તેની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'માં જોવા મળશે. આ
બહુપ્રતિક્ષિત ફિલ્મ 20 જૂન, 2025 ના રોજ
સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને દર્શકો
તેના વિશે ઉત્સુક છે. આ ફિલ્મમાં આમિર સાથે અભિનેત્રી જેનેલિયા ડિસોઝા મુખ્ય
ભૂમિકા ભજવતી જોવા મળશે.
બીજી તરફ, અલ્લુ અર્જુન હાલમાં તેની આગામી એક્શન ડ્રામા ફિલ્મના
શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત દિગ્દર્શક એટલી કરી રહ્યા છે
અને તેનું નિર્માણ સન પિક્ચર્સના બેનર હેઠળ, થઈ રહ્યું છે. આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા
છે અને એવું માનવામાં આવે છે કે, તે અલ્લુ અર્જુનના કરિયરમાં એક મોટી ફિલ્મ સાબિત
થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ