છાવા મ્યુઝિક લોન્ચમાં, વિકી કૌશલના જેકેટે બધાનું ધ્યાન ખેંચ્યું
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) વિકી કૌશલની 'છાવા' ફિલ્મ વિશે હાલમાં બધાને ઉત્સુકતા છે. હવે ફિલ્મ 'છાવા' ના રિલીઝને થોડા કલાકો જ બાકી છે. દુનિયાભરના બધા શિવપ્રેમીઓ 'છાવા' ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. ફિલ્મ 'છાવા' ના રિલીઝ પહેલા
છાવા


નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) વિકી કૌશલની 'છાવા' ફિલ્મ વિશે હાલમાં બધાને ઉત્સુકતા છે. હવે ફિલ્મ 'છાવા' ના રિલીઝને થોડા

કલાકો જ બાકી છે. દુનિયાભરના બધા શિવપ્રેમીઓ 'છાવા' ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. ફિલ્મ 'છાવા' ના રિલીઝ પહેલા

સંગીત લોન્ચ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિક્કી કૌશલ, રશ્મિકા મંદાના

અને ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ વખતે વિકી કૌશલના ખાસ જેકેટે, બધાનું

ધ્યાન ખેંચ્યું.

તાજેતરના મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં વિકી કૌશલ રશ્મિકા મંદાના

અને દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર અને અન્ય ઘણા કલાકારો હાજર રહ્યા હતા. આ વખતે વિકી

કૌશલે ગોગલ્સ અને કાળું જેકેટ પહેર્યું હતું. વિક્કીના જેકેટ પરની એક ખાસ તસવીરે

બધાનું ધ્યાન ખેંચ્યું છે.

વિક્કીના જેકેટ પર, છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો હતો.

વિકીએ તાજેતરમાં આ પ્રસંગે સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો પોસ્ટ કરીને છત્રપતિ

શિવાજીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. વિકીએ ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શન આપ્યું, જય છત્રપતિ

શિવાજી મહારાજ!

ફિલ્મ 'છાવા'નો સંગીત લોન્ચ સમારોહ, તાજેતરમાં મુંબઈના નીતા મુકેશ અંબાણી

કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયો હતો. આ સમારંભમાં સુપ્રસિદ્ધ

સંગીતકાર-ગાયક એ.આર. રહેમાન હાજર હતા. ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande