સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-બનાવની વિગત એવી છે કે એક અજાણ્યો અંદાજિત 40 વર્ષની ઉંમરનો યુવક ગત તારીખ 23/2/2025 ના રોજ રાત્રે 2:00 વાગ્યાના અરસામાં ઉધના મગદલ્લા રોડ પર આવેલ અણુવ્રત દ્વાર બ્રિજની ઉપરથી ચાલતો ચાલતો પસાર થતો હતો. આ સમયે એક ફોર્સ કંપનીની ટેમ્પો ટૂર એન્ડ ટ્રાવેલ્સ ની ગાડી નંબર ડીડી.01.આર.9034 ના ચાલક રાજેશભાઈ નટવરભાઈ સેલરે પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી યુવકને લીધો હતો. જેના કારણે યુવક હવામાં ઉછળીને 20 ફૂટ દૂર સુધી ફંગોળાયો હતો. ગાડીની સ્પીડ વધારે હોવાના કારણે યુવક હવામાં ઉછળીને 20 ફૂટ દૂર સુધી પટકાતા તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ભારતીબેન નિરંજનની એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેમ્પો ચાલક રાજેશ સેલર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે