સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના અલ્થાન-ભટાર કમ્યુનિટિ હોલમાં નિ:શુલ્ક ઓપરેશન તપાસ અને નારાયણ સેવાના કૃત્રિમ અંગો અને કેલીપર્સ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ સુરત સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રતિષ્ઠિત અતિથિ ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ, આયોજક હરિશભાઈ પટેલ, નારાયણ સેવાના ડિરેક્ટર વંદના અગ્રવાલ, ટ્રસ્ટી દેવેન્દ્ર ચૌબિસા, આશ્રયદાતા શ્રવણ કુમાર અગ્રવાલ, શાંતાબેન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પટેલ અને સામાજિક કાર્યકર મનસુખ ભાઈ ધડુકે દીપ પ્રાગટય દ્વારા કર્યું હતું. આ પ્રસંગે આખા ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આવેલા દિવ્યાંગોને સંબોધતા મુખ્ય અતિથિ મુકેશભાઈએ કહ્યું કે, હું નારાયણ સેવાને દિવ્યાંગોની અદભુત સેવા કરવા બદલ અભિનંદન પાઠવું છું. દિવ્યાંગોની સતત સેવા કરનાર સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ અને ડિરેક્ટર વંદના અગ્રવાલનો આભાર વ્યક્ત કરું છું.', સંસ્થાનું દિવ્યાંગો અને માનવ સેવાનું કાર્ય એ સમાજ અને સરકાર માટે મૂલ્યવાન ફાળો છે. મુકેશભાઈએ નારાયણ સેવા સંસ્થાને આખા ગુજરાતના આરોગ્ય અને સમૃદ્ધિના સંબંધિત પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે તમામ સંભવિત સહાય આપવાની બાહેંધરી આપી.
સાંસદ મુકેશ દલાલે કહ્યું કે, સંસ્થા દ્વારા દીવ્યાંગોને શારીરિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવવા માટે જેટલા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવ્યા છે, તે બધા અનુકરણીય છે અને સમાજ માટે ઉપયોગી છે. દિવ્યાંગોને પીડામાંથી રાહત આપી સશક્ત કરતી આ શિબિરમાં જોડાવુ એ મારું સદભાગ્ય છે. શિબિર દરમિયાન સાસંદ મુકેશભાઈ દલાલ અને બાકીના અતિથિઓએ દિવ્યાંગો પાસેથી પ્રતિભાવ લઈ ડૉકટરની ટીમ પાસે સારવારની આખી પ્રક્રિયા જાણી હતી. નારાયણ સેવાના કૃત્રિમ અંગના લાભાર્થી જ્હાનવીએ પોતાનું ખુશી વ્યકત કરતા 'संदेशे आते हैं...हमें तड़पाते है' ગીત પર નૃત્ય કર્યું, તો શરૂઆતમાં, સંસ્થાના ટ્રસ્ટી અને ડિરેક્ટર વંદના અગ્રવાલે મહેમાનોને શુભેચ્છા પાઠવી. શિબિર વિશે માહિતી આપતા, ચૌબિસાજીએ જણાવ્યું હતું કે શિબિરની જાહેરાત કર્યા બાદ બાળકો, પુખ્ત વયના લોકો, વૃદ્ધ અને સ્ત્રીઓ સહિતના 480 રોગીઓએ આ શિબિરનો લાભ લીધો હતો.
શિબિર અને સુરત શાખાના પ્રભારી આચાર્યસિંહ ભાતીએ શિબિરનું રિપોર્ટ કાર્ડ જાહેર કરતા કહ્યું કે, ' આજે શિબિરમાં 482થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો હતો, 282 દિવ્યાંગોની સંસ્થાના ડૉકટર અને ઓપીડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી અને 282 દિવ્યાંગોને કૃત્રિમ હાથ અને પગ લગાવવામાં આવ્યા. 80 દિવ્યાંગોને કેલિપર્સ લગાવવા માટે મેજરમેન્ટ લેવામાં આવ્યું, લગભગ 88 રોગીઓની શલ્ય ચિકિત્સા માટે પસંદગી કરવામાં આવી. દરેકનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે. ટ્રસ્ટીએ જણાવ્યું કે કાસ્ટીંગ અને મેજરમેન્ટ માટે પસંદ કરેલ દિવ્યાંગોને પુનઃ કૃત્રિમ અંગો બે કે ત્રણ મહિના બાદ ફરીથી સુરતમાં શિબિર આયોજીત કરી લગાવવામાં આવશે. આ નારાયણ સંસ્થા દ્વારા નિર્મિત કૃત્રિમ અંગો સારી ગુણવત્તાવાળા અને વજનમાં હળવા છે. ઉપયોગમાં ટકાઉ હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે