નરેશ પરમારની, ગંગા સ્વરૂપ સહાય પર વિલંબ અંગે રજૂઆત
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે ગ્રામ્ય મામલતદારને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની અરજીઓના નિકાલમાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું
નરેશ પરમારની ગંગા સ્વરૂપ સહાય પર વિલંબ અંગે રજૂઆત


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)

પાટણ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે ગ્રામ્ય મામલતદારને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની અરજીઓના નિકાલમાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રજૂઆતમાં તેમણે જણાવ્યું કે, અરજદારોને ૫૦ રૂપિયાની સ્ટેમ્પ પેપર પર સોગંદનામું અને તલાટી પાસેથી વિધવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે, જેના કારણે અનેક અરજીઓ પેન્ડિંગ રહી છે અને સમયમર્યાદામાં તેનો નિકાલ થઈ શકતો નથી.

સમિતિના ચેરમેને એ પણ જણાવ્યું કે, આ યોજનાની અરજીઓ VCE દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે અને રેવન્યુ તલાટીએ તેની ચકાસણી કરે છે. જો કે, ઘણા અરજદારો દ્વારા ઓફલાઈન અરજીઓ આપવામાં આવી હોવા છતાં, તેમને ઓનલાઈન અરજીની તારીખથી જ સહાય મળતી છે. તેમણે આ મુદ્દો અગાઉની બેઠકમાં પણ ઉઠાવતાં સમયસર સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande