ગાંધીનગર, 5 ફેબ્રુઆરી (હિ.સ.) કલેક્ટર, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુંની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન 03 ફેબ્રુઆરી ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર તથા ઓવરલોડ વહન સબબ કુલ 04 વાહનો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં કલોલ તાલુકાના બોરીસણા પાસેથી ડમ્પર માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન,છત્રાલ, પાસેથી ડમ્પર માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા તથા છત્રાલ પાસેથી ડમ્પર માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે.
તથા 04 ફેબ્રુઆરી મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, ગાંધીનગર દ્વારા મળેલ સુચના અન્વયે માણસા તાલુકાના અનોડીયા ખાતે રેડ કરતા ડમ્પર માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ, જેની તપાસ કરતા સાદીરેતી ખનિજ ગામ.વાઘપુર તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠા ખાતેથી ભરવામાં આવી હોવાનું જણાવા મળ્યું હતું જેથી, આગળની કાર્યવાહી અર્થે સાબરકાંઠા જીલ્લા કચેરીને જાણ કરવામાં આવી છે.
આમ, છેલ્લા બે દિવસમાં સાદીરેતી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ વહન કરતા કુલ 04 વાહનોની આશરે કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ