જૂનાગઢ,17 માર્ચ (હિ.સ.) જૂનાગઢ, તા.૧૭ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂત મહિલાઓમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રાકૃતિક ખેતી મહિલા પ્રકલ્પ શિબિર અને પ્રાકૃતિક ખેતી પ્રદર્શન યોજાયું હતું. બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાંપરડા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ અને ઉપયોગિતા અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. પી.જે. ગોહિલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. તેમણે પ્રાકૃતિક ખેતીના આધુનિક તકો અને તેના ફાયદાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી.પ્રાકૃતિક ખેતી પ્રેરક ઇન્દ્રેશભાઈ કોટડીયા દ્વારા વ્યક્તિગત અનુભવો અને ઉછેર પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતુ. નાના ગામના ખેડૂતોએ પોતાનો અનુભવો જણાવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના અસરકારક પરિણામો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે રૂચિ વધારવી અને આ પદ્ધતિ દ્વારા પાક ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા સુધારવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ