પાટણ શહેરના વિકાસ માટે, રૂ. 7.20 કરોડના મહત્વના પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર પ્રક્રિયા
પાટણ, 9 મે (હિ.સ.) પાટણ નગરપાલિકાએ શહેરના સમૂહ વિકાસ માટે કુલ રૂ. 7.20 કરોડના છ મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના પાંચ વિસ્તારોમાં ગટર લાઇનના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા સીસી રોડના સમારકામ માટે રૂ. 54.38 લાખનું ટેન્ડર બહા
પાટણ શહેરના વિકાસ માટે રૂ. 7.20 કરોડના મહત્વના પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર પ્રક્રિયા


પાટણ, 9 મે (હિ.સ.) પાટણ નગરપાલિકાએ શહેરના સમૂહ વિકાસ માટે કુલ રૂ. 7.20 કરોડના છ મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના પાંચ વિસ્તારોમાં ગટર લાઇનના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા સીસી રોડના સમારકામ માટે રૂ. 54.38 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કરવામાં આવશે.

માખણીયાપરામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ખાતે ટોઇલેટ, સિક્યોરિટી રૂમ અને વે બ્રીજના નિર્માણ માટે સ્વચ્છ ભારત મિશન 1.0 હેઠળ રૂ. 25.04 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમજ વોર્ડ નં. 1ના ભરવાડવાસ વિસ્તારમાં ટ્રીમિક્ષ સીસી રોડ બનાવવા માટે રૂ. 9.88 લાખનું ટેન્ડર જાહેર કરાયું છે.

સિદ્ધિ સરોવરના સૌંદર્યીકરણ માટે રૂ. 3.54 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે શહેરની 23 સોસાયટીઓમાં જનભાગીદારીથી સીસી રોડ બનાવવાની કામગીરી માટે રૂ. 1.90 કરોડનું ટેન્ડર બહાર પાડાયું છે. આ તમામ કામગીરીથી પાટણ શહેરના નાગરિકોને આધુનિક અને મજબૂત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande