જુનાગઢ જિલ્લાના કર્મયોગીઓને સ્વસ્થ અને નીરોગી રાખવા ''એક પહેલ સ્વ હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ શરૂ કરાયો
જૂનાગઢ,17 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની વધુ એક નવીન પહેલ કરી છે. જિલ્લાના કર્મયોગીઓને સ્વસ્થ અને નીરોગી રાખવા ''એક પહેલ સ્વ હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ શરૂ કરાયો છે.જિલ્લા કલેકટરએ ગુજરાત સરકારની સ્વસ્થ ગુજરાત મે
વધુ એક નવીન પહેલ કરી છે


જૂનાગઢ,17 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની વધુ એક નવીન પહેલ કરી છે. જિલ્લાના કર્મયોગીઓને સ્વસ્થ અને નીરોગી રાખવા ''એક પહેલ સ્વ હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ શરૂ કરાયો છે.જિલ્લા કલેકટરએ ગુજરાત સરકારની સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતની નેમને સાર્થક કરવા માટે જિલ્લાના કર્મયોગીઓથી શરૂઆત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા સહિતના વર્ગ 1,2,3, અને 4 ના તમામ કર્મયોગીઓને ''એક પહેલ સ્વ હિતાર્થથી કર્મયોગી પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે.

જિલ્લા કલેક્ટરએ કહ્યું કે, ''એક પહેલ સ્વ હિતાર્થથી કર્મયોગી પ્રોજેક્ટનો જિલ્લાના કર્મયોગીઓના સ્વાસ્થ્યમાં વિઝીબલ સુધારો જોવા મળે તે માટે આયોજનબધ્ધ રીતે આ પ્રોજેક્ટ અમલી કરાશે. જેમાં ડાયટીશીયન, યોગ કસરત વગેરેની મદદથી કર્મયોગીઓના મેદસ્વિતામા સુધારા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે અને સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ કર્મયોગીઓના આરોગ્યને ધ્યાને લઈ પૂરતી ઊંઘ, ઓવરઈટીંગ વગેરે મુદ્દાઓની પણ છણાવટ કરી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ મેદસ્વિતાના માપદંડ મુજબ એટલે કે કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) નો ડેટા એકત્ર કરવામાં આવશે. તેના વિશ્લેષણ બાદ સંબંધિત કર્મયોગીઓને ડાયટ, કસરત, યોગ વગેરે આરોગ્ય સંબંધી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, મેદસ્વિતાથી ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ વગેરે જેવા બિન સંક્રમણ થવાની સંભાવનાઓ રહે છે, જેથી મેદસ્વિતા ઉપર કાબુ રાખો ખૂબ જરૂરી બને છે.

આ પ્રોજેક્ટ સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી રવિશંકર જા એ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ઉપરાંત નિષ્ણાંતો દ્વારા ડાયટ અને યોગ કસરત વિશે પણ જરૂરી જાણકારી આપવામાં આવી હતી.આ તકે જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડીવાયએસપી પટણી, ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા, ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande