અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા પરિવારો માટે કુંવરબાઈની મામેરૂ સહાય યોજના
પાટણ, 17 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા પરિવારો માટે કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ પરિવારની બે દિકરીઓના લગ્ન પ્રસંગે ₹12,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે
અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા પરિવારો માટે કુંવરબાઈની મામેરૂ સહાય યોજના


પાટણ, 17 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા પરિવારો માટે કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ પરિવારની બે દિકરીઓના લગ્ન પ્રસંગે ₹12,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

યોજનાની લાભાર્થી જશીબેન રમેશભાઈ પરમાર (ખોલવાડા, સિદ્ધપુર)ને જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી કચેરી, પાટણ દ્વારા સહાયનો લાભ મળ્યો છે. તેમના પિતા કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગ્રામ પંચાયત દ્વારા યોજનાની માહિતી મળ્યા બાદ, DBT મારફતે તેમના બેંક ખાતામાં સીધી સહાય જમા થઈ છે.

જશીબેનના લગ્ન 18 એપ્રિલ 2024ના રોજ હારીજ તાલુકાના માલસુંદ ગામના હાર્દિકકુમાર માલશીભાઈ પરમાર સાથે થયા છે. હાર્દિકકુમાર ઊંઝામાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જશીબેન જણાવે છે કે, સરકારની આ સહાયથી લગ્નના ખર્ચમાં મોટી રાહત મળી છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, અને આથી વધુ પરિવારો પોતાની દીકરીઓના લગ્ન યોગ્ય રીતે કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande