સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૮.૫૯ ટકા પરિણામ, લક્ષ્મીપુરા કેન્દ્ર ૯૧.૪૩ ટકા પરિણામ સાથે જિલ્લામાં મોખરે
મોડાસા, 8 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧0ની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર થયુ હતું. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦માં ૧૯૨૩૩ વિધ્યાર્થીઓએ નોંધાયા હતા. જે પૈકી ૧૮૫૭૦ વિધ્યાર્થીઓ
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૮.૫૯ ટકા પરિણામ, લક્ષ્મીપુરા કેન્દ્ર ૯૧.૪૩ ટકા પરિણામ સાથે જિલ્લામાં મોખરે


મોડાસા, 8 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧0ની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર થયુ હતું. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦માં ૧૯૨૩૩ વિધ્યાર્થીઓએ નોંધાયા હતા. જે પૈકી ૧૮૫૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ સાબરકાંઠા જિલ્લામાં ૭૮.૫૯ પરિણામ આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૧ કેન્દ્રો પર ધોરણ ૧૦ ની પરીક્ષા યોજવામાં આવી હતી. જે પૈકી લક્ષ્મીપુરા કેન્દ્રનું ૯૧.૪૩ ટકા પરીણામ આવતા જિલ્લાનું સૌથી વધુ પરીણામ મેળનાર કેન્દ્ર બન્યુ છે. જ્યારે મહિયલ સૌથી ઓછુ ૫૨.૫૫ ટકા પરીણામ આવ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં A-1 મેળવનાર વિધ્યાર્થીઓની સંખ્યા ૪૫૮, A-2 માં ૧૬૬૨, B-1 માં ૨૬૮૦, B-2 માં ૩૭૦૪, C-1 માં ૩૮૩૫ , C-2 માં ૨૧૧૬, D મા ૧૪૦, E-1 માં ૨૨૯૧ અને E-2 માં -૧૬૮૪ સંખ્યા નોંધાઇ છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande