મોડાસા, 8 મે (હિ.સ.) મેઘરજ ખાતે સવારના નવેક વાગ્યાના અરસામાં ફરિયાદી તેમજ તેના પિતાજી મોહનભાઈ જીવાભાઈ મનાત તથા માતા કમળી બેન મોહનભાઇ મનાત તથા પત્ની પ્રિયંકા બેન તેમજ બાળકો ચિંતન અને કાર્તિક જે બધા મેઘરજ મુકામે સંબંધીમાં લગ્ન હોય તે માટે કપડાની ખરીદ કરવા સારૂ આવેલ હતા અને મેઘરજ મુકામે કપડા ની ખરીદ કરી બપોરના સાડા ત્રણેક વાગ્યે મેઘરજ પંચાલ રોડ ઉપર રોડ સાઇડમાં રીક્ષાની રાહ જોઇને ઉભા હતા તે દરમ્યાન પંચાલ રોડ બાજુથી એક છોટા હાથી ગાડીનો ચાલક તેના કબજાની ગાડી બેદરકારી રીતે પૂરઝડપે હંકારી લઇ આવેલો અને સૌપ્રથમ ચિંતનને ગાડીના ખાલી સાઇડના પડખાથી અડફેટે લઈ ટકકર મારેલી તે પછી તેની નજીક બીજો દિકરો કાર્તિક ઉભો હોય તેને ટકકર મારી તે પછી પત્ની પ્રિયંકા બેનને ટકકર મારી અકસ્માત કરેલો જેથી તેઓ ત્રણેય જણા રોડ સાઇડ માં પડી ગયેલા હતા. જેમાં દિકરા ચિંતનને માથામાં તેમજ છાતીમાં તથા પગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચેલી અને કાર્તિકને પણ માથામાં ઇજા થયેલી અને પત્ની પ્રિયંકા બેનને કપાળમાં તેમજ ડાબા પગે ઇજા થયેલી હતી. અને આ છોટા હાથી ગાડી નંબર જીજે ૩૫ ટી ૧૧૭૮ નો હતો અને તેના ચાલકે ગાડી રોડ સાઇડ માં ઉભી કરી દીધેલી હતી અને આવો અકસ્માતનો બનાવ બનેલ હોય આજુબાજુમાંથી માણસો ભેગા થઇ ગયેલ હતા. જેથી નજીકમાં હાજર પેસેન્જર રીક્ષામાં આ મારા બંન્ને દિકરાઓ અને પત્નીને જલારામ હોસ્પિટલ મેઘરજ ખાતે સારવાર સારૂ લઇ ગયેલ હતા જયાં સારવાર કરાવી નાના દિકરા કાર્તિકને તેમજ પત્ની પ્રિયંકા બેનને વત્તા ઓછી ઇજાઓ થયેલી હોય તેઓની સારવાર કરી રજા આપેલી અને દિકરા ચિંતનને વધુ ઇજાઓ થયેલી હોય વધુ સારવાર માટે બીજા દવાખાને તેમજ સીટી સ્કેન કરાવવા જલારામ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દિકરા ચિંતનને મોડાસા સીટી સ્કેન અને ઇમેજીંગ સેન્ટર ખાતે સીટી સ્કેન માટે લઇ ગયેલા અને ત્યાં સીટી સ્કેન કરાવી મોડાસા એઇમ્સ હોસ્પિટલમાં લઇ જઇ દાખલ કરી સારવાર ચાલુ કરાવેલ હતી જયાં દિકરો ચિંતન સારવાર દરમ્યાન સાંજના આઠેક વાગ્યાના અરસામાં મૃત્યુ પામ્યો હતો. જેને લઇ ફરિયાદી એ છોટા હાથી ગાડી નંબર જીજે ૩૫ ટી ૧૧૭૮ ના ચાલક વિરૂધ્ધમાં ફરિયાદ નોધી કાયદેસર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ