અંબાજી, 30 માર્ચ (હિ. સ). આજ થી ચૈત્રી નવરાત્રી નો અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ થયો છે. જેને લઇ યાત્રીકો માં પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આમ તો આશો માસ ની નવરાત્રી માં નવ દિવસ ગરબા ની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રી માં આજ થી માતાજી નાં ચાચર ચોક માં માં અંબા ના નામ ની અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી છે ને આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ 24 કલાક ઉભા પગે કરવામાં આવશે. અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી દરમીયાન થતી આ અખંડ ધુન ભારતદેશ ની આઝાદી પુર્વે 1941 માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તીઓ નાં નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી જે અખંડ ધુન આજે પણ મહેસાણાં જીલ્લા નાં 150 ઉપરાંત નાં શ્રધ્ધાળું ઓ નાં સંગઠન દ્વારા આ પરંપરા ને 83 વર્ષ થી જાળવી રાખવામાં આવી છે ને આગામી સમય માં પણ આ અખંડ ધુન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો નું માનવું છે.અંબાજી અખંડ ધુન માં આવતા આ યાત્રીકો 9 દિવસ તેલ થી બનાવેલુ ભોજન જમતા નથી એટલુજ નહી આ અખંડધુન માં મહીલાઓને સામેત કરવામાં આવતી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ