અંબાજી, 30 માર્ચ (હિ. સ) આજ થી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી નો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. જેને લઇ માતાજી નાં મંદિરમા વહેલા સવાર થી જ યાત્રીકો નો ભારે ધસારો જોવા મળ્યો હતો, ચૈત્રી નવરાત્રી ના પગલે મંદીર ના સભા મંડપ માં ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતુ.ને જેમાં આજે મુખ્યમંત્રી ના ધર્મપત્ની હેતલ બેન, તેમના બહેન તેમજ પરિવાર જનો ખાસ આજની ઘટ સ્થાપન વિધિ માં જોડાયા હતા અને ઘટ સ્થાપન વિધિ કરી હતી આજે આ ઘટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત અનાજ ના જવેરા વાવવામાં આવ્યાહતા આમ તો આસો અને ચૈત્ર માસ ની બન્ને નવરાત્રી નો વિશેષ મહત્વ સમાયેલું છે. આજે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમીયાન શુભ મુહર્ત માં મંદિર નાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને અધિક કલેકટર કૌશિક મોદી, ની ઉપસ્થીતી માં આ ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. જોકે આ ઘટસ્થાપન માં વાવવા માં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જોઇ ને ખેડુતો માટે નો વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. અને જેટલાં જવેરાં મોટા થાય તેટલો મોટો વિકાસ થવા ની માન્યતાં આ ઘટસ્થાપન માં સમાયેલી છે.એટલુજ નહી આ નવરાત્રી માં પુજા અર્ચન ને મંત્ર નો વિશેષ મહત્વ સમાય્લુ છે ને હિન્દુઓ માટે નુ આજથી નવા વર્ષ ની પણ શરુઆત થાય છે જ્યારે આજે અંબાજી માં આજે પ્રથમ નોરતે દુરદુર થી આવેલા શ્રધ્ધાળુઓ એ સવાર ની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી અને સાથે વિશ્વ કલ્યાણ માટે સંકલ્પ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ