પાટણ, 30 માર્ચ (હિ.સ.)
પાટણ સીટી બી ડિવિઝન પોલીસએ IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને ધરપકડ કરી છે. આ કાર્યવાહી પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ અને નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી.આરોપી હિરેન પ્રજાપતી (રહે. ટી.બી. ત્રણ રસ્તા, ભવાની ધામ કેનાલ રોડ, પાટણ) ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પર રાજધાની પાર્લર ખાતે સટ્ટો રમતો ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 10,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કર્યો છે.પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી IDEA 247.COM નામની વેબસાઈટ પર ઓનલાઈન સટ્ટો રમતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, અને જિલ્લા પોલીસ વડાએ જુગારના ગુનાઓનો પત્તો શોધવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર