ચૈત્રી નવરાત્રી નો આજે પ્રથમ દિવસ, યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો ઉમટી પડ્યા
ગોધરા, ૩૦માર્ચ (હિ. સ.). મા આદ્યશક્તિ ના આરાધના ના પર્વ ચૈત્રી નવરાત્રી નો આજથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે શક્તિ પીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો નું ઘોડાપુર પ્રથમ દિવસે જ ઉમટી પડ્યું છે વહેલી સવાર થી જ ભક્તો પાવાગઢ નિજ મંદિરે પહોંચી માતાજી મહાકાળી ના ભ
ચૈત્રી નવરાત્રી નો આજે પ્રથમ દિવસ, યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો ઉમટી પડ્યા -૪


ચૈત્રી નવરાત્રી નો આજે પ્રથમ દિવસ, યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો ઉમટી પડ્યા-૩


ચૈત્રી નવરાત્રી નો આજે પ્રથમ દિવસ, યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો ઉમટી પડ્યા -૨


ચૈત્રી નવરાત્રી નો આજે પ્રથમ દિવસ, યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો ઉમટી પડ્યા-૧


ગોધરા, ૩૦માર્ચ (હિ. સ.). મા આદ્યશક્તિ ના આરાધના ના પર્વ ચૈત્રી નવરાત્રી નો આજથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે શક્તિ પીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો નું ઘોડાપુર પ્રથમ દિવસે જ ઉમટી પડ્યું છે વહેલી સવાર થી જ ભક્તો પાવાગઢ નિજ મંદિરે પહોંચી માતાજી મહાકાળી ના ભાવ ભેર દર્શન કર્યા સાથે સાથે મંદીર ની આસપાસ ગરબા પણ ગાયા જોવા મળ્યા હતા.

શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી હજારોની સંખ્યામાં માઇ ભક્તો પોતાની વર્ષોની પરંપરા નિભાવવા પોતાના નાના સંતાનો સાથે લઈ ને દર્શન માટે ઉમટ્યા હતા .મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત ના વિવિધ વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શન કરવા આવતા હોય છે જે બાબતોને ધ્યાનમાં લઇ સુચારૂ આયોજન કરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે .એસટી વિભાગ દ્વારા ૬૦ નવીન એસટી બસ પાવાગઢ થી માચી ખાતે 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે .જિલ્લા અધિક કલેક્ટર દ્વારા માચી ખાતે ખાનગી વાહનો લાવવા લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને આરોગ્યલક્ષી સેવાઓ ની વ્યવસ્થા ઉપરાંત જરૂરિયાત સ્થળે બેરીકેટિંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન માટે અગવડતા ના પડે એ માટે સુચારૂ આયોજન કરવા સાથે મંદિર ખોલવા બંધ કરવા તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે .સાથે જ કોઈપણ ભક્ત પ્રસાદ વિના ના રહી જાય એ બાબતને કાળજી રાખી વધુ માત્રામાં પ્રસાદના કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે .

ચૈત્રી નવરાત્રી પર્વના પ્રથમ દિવસે માતાજી અને મંદિરને અનોખા શણગાર થતી સજાવવામાં આવ્યા હતા .ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ઉપાસના ખૂબ જ મહત્વ હોવાથી દર્શનાર્થીઓ મોડી રાત્રે પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા અને જ્યાં જગ્યા મળે ત્યાં રાત્રિ વાસો કરી વહેલી સવારે મંદિરના કપાટ ખુલતા જ મંદિર પરિસરમાં પહોંચી જઇ માતાજીના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ગુજરાત ની સાથે સાથે મધ્યપ્રદેશ, અને રાજસ્થાન ના માઈ ભક્તો અહીં દર્શન કરવા માટે ખાસ ચૈત્રી નવરાત્રી દરમિયાન જોવા મળે છે સૌરાષ્ટ્ર માંથી પણ હજારો ની સંખ્યા મા ભક્તો મહાકાળી માતા ના દર્શન માટે અહીં આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન એક અંદાજા મુજબ રોજ ના લાખો શ્રદ્ધાળૂ ઓ આવતા હોય છે ત્યારે તમામ સુચારુ રૂપે દર્શન નો લાભ મળે તે હેતુ મંદીર ટ્રસ્ટ દ્વારા દર્શન નો સમય પણ વધારાયો છે નવરાત્રી દરમિયાન ભક્તો ને પ્રસાદ ની સાથે જમવા નું પણ આ વર્ષ થી મળશે. આ સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પાવાગઢ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને યાત્રાળું ઓ ને તકલીફ ના પડે એની વ્યવસ્થા કરી દેવાઈ છે એસટી બસ ની સુવિધાઓ પણ વધારાઈ છે અને શાંતિ પુર્ણ રીતે સમગ્ર નવરાત્રી દરમિયાન ભક્તો દર્શન કરે એ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande