પોરબંદર, 30 માર્ચ (હિ.સ.)
માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત માધવપુરના મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ 1600 કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે.
માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ તા. 6 એપ્રિલ 2025 ના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિકૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તાઃ6 માર્ચના રોજ અસોમાણ મીર, તાઃ7 માર્ચના રોજ જીગ્નેશ કવિરાજ, તાઃ દિવ્યેશ સી જેઠવા અને સાગર કાચા તાઃ 9 માર્ચના રોજ રાજુ બારોટ અને પીયુષ જોગદીયા તેમજ સચિન સાલવી સહિતના કલાકરો રંગત જમાવશે આ ઉપરાંત ગુજરાત અને ઉત્તર પૂર્વના 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે મલ્ટી મિડીયા કાર્યક્રમમાં મહાદેવ પ્રોડકશન અમદાવાદ દ્વારા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહની થીમ પર આધારીત 60 મીનીટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya