વડોદરામાં રીક્ષા ચાલકની ગફલત: દીકરીના હાથમાં સ્ટીયરીંગ સોંપી જીવ જોખમમાં મૂક્યો
વડોદરા, 30 માર્ચ (હિ.સ.)-વડોદરામાં એક રીક્ષા ચાલકે દીકરીના હાથમાં સ્ટીયરીંગનું હેન્ડલ સોંપી દીધું હોવાનો ચોંકાવનાર વીડિયો સામે આવ્યો છે. ચાલુ રીક્ષામાં ચાલકે પોતાની સીટ પર બેસી દીકરીને સ્ટીયરીંગ સંભાળવા દીધું અને રીક્ષા પૂરઝડપે રોડ પર દોડતી રહી. વીડિ
Vadodara


વડોદરા, 30 માર્ચ (હિ.સ.)-વડોદરામાં એક રીક્ષા ચાલકે દીકરીના હાથમાં સ્ટીયરીંગનું હેન્ડલ સોંપી દીધું હોવાનો ચોંકાવનાર વીડિયો સામે આવ્યો છે. ચાલુ રીક્ષામાં ચાલકે પોતાની સીટ પર બેસી દીકરીને સ્ટીયરીંગ સંભાળવા દીધું અને રીક્ષા પૂરઝડપે રોડ પર દોડતી રહી. વીડિયોમાં પેરીસ નગર સોસાયટીનું બોર્ડ પણ દેખાયું છે, જેના આધારે આ ઘટના વડોદરાના ઉત્કર્ષ સ્કૂલથી કોર્ટ પરિસર તરફ જતા માર્ગની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વડોદરામાં સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા વીડિયો માંથી કેટલાય કિસ્સાઓમાં ટ્રાફિક નિયમોની ઘોર અવગણના સામે આવી છે. તાજેતરના આ વીડિયોમાં, રીક્ષા ચાલકે પોતાની દીકરીના હાથમાં સ્ટીયરીંગ સોંપી તેના જીવન સાથે રમખાણ કર્યું છે. આ વિડીયોમાં અન્ય વાહનચાલકે મોબાઈલમાં આ દ્રશ્ય કંડાર્યું હતું, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું.

આ પ્રકારની ઘટનાઓથી માર્ગ સુરક્ષાના મુદ્દા વધુ ઘેરા બનતા જાય છે. સંબંધીત તંત્રએ આવી બેદરકારી સામે ત્વરિત કાર્યવાહી કરવા જરુરી છે જેથી આવા કિસ્સાઓની પુનરાવૃતિ અટકાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande