રાતીયા નેશ વિસ્તારમાં દંપતિએ શિક્ષિકાને થપ્પડ મારી દીધી
પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) પોરબંદરના રાતીયા નેશ વિસ્તારમાં આવેલી સરકારી શાળાના શિક્ષિકા પર હુમલાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. શિક્ષિકા પર શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના વાલીઓએ હુમલો કર્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગ
રાતીયા નેશ વિસ્તારમાં દંપતિએ શિક્ષિકાને થપ્પડ મારી દીધી


પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) પોરબંદરના રાતીયા નેશ વિસ્તારમાં આવેલી સરકારી શાળાના શિક્ષિકા પર હુમલાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. શિક્ષિકા પર શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના વાલીઓએ હુમલો કર્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના રોકડીયા હનુમાન નજીક આવેલી કર્મચારી સોસાયટીમાં રહેતા અને રાતીયા નેશ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુજાબેન અજય ખાણીયા શાળાએ હતા તે દરમ્યાન નેરશ મોરી અને તેમના પત્નિ ગીતા મોરી શાળા ખાતે ધસી આવ્યા હતા અને તમે મારી દિકરી જયશ્રીનુ તેમની બહેનપણી સાથે કેમ સમાધાન કરવાતા નથી તેમ કહી અને તોછડાય ભર્યુ વર્તન કરી અને ગીતાબહેને શિક્ષિકા પુજા બહેનને થપ્પડ મારી હતી અને એવી ધમકી આપી હતી કે તને નોકરીમાંથી કઢાવી મુકીશ અને હવે રાતીયા નેશ વિસ્તારમાં ભણાવા આવીશ તો બસમાંથી ઉતારી અને ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી આ બનાવ અંગે પુજાબેન ખાણીયાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં હુમલો અને ધમકી આપનાર દંપતિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande