ભાવનગર સમસ્ત સિંધી સમાજ ના ઇષ્ટ દેવ ઝૂલેલાલ સાહેબ નો 1075 મોં પ્રાગટ્ય ઉત્સવ સિહોર ખાતે ઉજવાયો
ભાવનગર,31 માર્ચ (હિ.સ.) શિહોર સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલ ભગવાનના 1075 ના પ્રાગટ્ય દિવસ સિંધી સમાજ ના પ્રમુખ ગોરધન મલ ચાવડા તેમજ સિધી એકતા યુવક ગુપૅ ના સહયોગ થી શિહોર સિંધી સમાજ દ્વારા સવારે 7:00 વાગે જુલેલાલ મંદિરમાં ભગવાન ઝૂલેલાલ નું જલાભિ
શિહોર સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલ ભગવાનના 1075 ના પ્રાગટ્ય દિવસ


ભાવનગર,31 માર્ચ (હિ.સ.) શિહોર સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલ ભગવાનના 1075 ના પ્રાગટ્ય દિવસ સિંધી સમાજ ના પ્રમુખ ગોરધન મલ ચાવડા તેમજ સિધી એકતા યુવક ગુપૅ ના સહયોગ થી શિહોર સિંધી સમાજ દ્વારા સવારે 7:00 વાગે જુલેલાલ મંદિરમાં ભગવાન ઝૂલેલાલ નું જલાભિષેક તેમજ સવારે *10:00* કલાકે વડલા ચોક ખાતે સિંધી સમાજ દ્વારા ચણા અને શરબત ના પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ તેમજ બપોરના *12:00* કલાકે ગુરુનાનક હોલ માં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ તેમા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ બ્લડ ડોનેશન કેમ્પ માં જોડાયા હતા ત્યાર બાદ બપોરે 1:00 કલાકે સમસ્ત સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદ નું આયોજન તેમજ *2:30* કલાકે ઝૂલેલાલ ભગવાનની

આરતી, પૂજા, બાદ *4:00* કલાકે સમસ્ત સિંધી સમાજ અને શીખ સમાજ ના ઇષ્ટદેવ ના પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી નિમિતે સમસ્ત સિંધી સમાજ દ્વારા જુલેલાલ મંદિરેથી વડલા ચોક સુધી જ્યોત સ્વરૂપ જુલેલાલ સાહેબ ની નું ડીજે સાથે ખૂબ જ ધામધૂમથી નગર યાત્રા નીકળેલ હતી ત્યાર બાદ ભાવનગર જુના બંદરે ઝૂલેલાલ સાહેબ ની જ્યોત નું દરિયા માં વિસર્જન કરી રાત્રિના *9:00* કલાકે ગુરુનાનક હોલમાં મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ તેમા તમામ મોટી સંખ્યામાં ભાવિકો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવેલ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande