ગીર સોમનાથ પીપળવા ખાતેથી જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો
ગીર સોમનાથ 18 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીપળવા ખાતેથી જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આ
જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


ગીર સોમનાથ 18 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીપળવા ખાતેથી જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને આ જનજાગૃતિ અભિયાન થકી અનેક ગામડાઓને આવરી લઈ નાગરિકોને સ્વચ્છતા અભિયાન, એક પેડ મા કે નામ, જળ સંચય અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, બેટી બચાવો, બેટી પઢાઓ, પ્રાકૃતિક ખેતી અભિયાન, પર્યાવરણ બચાવો અભિયાન વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવશે.

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખરા અર્થમાં વિકાસ ત્યારે જ સંપૂર્ણ બને છે, જ્યારે જન ભાગીદારી સાથે જોડાય છે. જન ભાગીદારીથી નાગરિક જીવનના ઉપયોગી કામમાં સમગ્ર સમાજની ભાગીદારી નોંધાય તો વિકાસની ઝડપ વધી જાય છે.

ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસને માર્ગે ચાલી રહ્યો છે. આ વિકાસની હરણફાળમાં ગુજરાત તો પોતાનો ફાળો નોંધાવી રહ્યું છે પરંતુ આ સાથે જ રાજ્યના તમામ નાગરિકોનો પણ ફાળો હોવો અનિવાર્ય છે. આ સાથે જ તેમણે દૃઢ સંકલ્પના દાખવી જનજાગૃતિ અભિયાનમાં આવરી લેવાયેલા જળસંચય, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દાઓ પરત્વે સહભાગીતા નોંધાવવા માટે ઉપસ્થિત સર્વેને અનુરોધ કર્યો હતો.

આ તકે, ધારાસભ્યશ્રી દ્વારા આંગણવાડીના અલગ અલગ ઘટકોને રમકડાની કીટ આપવામાં આવી હતી અને સ્કૂલમાં ચકલીઓના માળાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

એલ.ઇ.ડી. રથના માધ્યમથી ઉપસ્થિત સર્વેને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા અવિરત થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, તા.૧૮ એપ્રિલથી તા.૨૭ એપ્રિલ સુધી આ જનજાગૃતિ અભિયાન થકી પ્રેમનગર, અનિડા, જશાધાર, રસુલપરા, શિરવાણ, આંકોલવાડી, વાડલા, બામણાસા, ભીમદેવળ, રાતીધાર, રામપરા, મંડોરણા, જાવંત્રી, વડાળા, વિઠ્ઠલપુર, જમાલપરા, રાયડી, સેમરવાવ, ઉમરેઠી, ધણેજ, ચિત્રાવડ, હરિપુર, ભોજદે, ઘૂંસિયા, બોરવાવ, પીખોર, ગુંદાળા, ગુંદરણ, મોરૂકા, જશાપુર વગેરે ગામોને આવરી લેવાશે.

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, અગ્રણી સંજયભાઈ પરમાર, મામલતદાર જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રી, પીપળવાના સરપંચશ્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande