હનુમાન જયંતી નિમિત્તે પાટણમાં શોભાયાત્રા સાથે ઉત્સવ
પાટણ, 12 એપ્રિલ (હિ.સ.) ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે, પાટણ શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક માહોલ વચ્ચે પવનપુત્ર હનુમાનજીનો જન્મદિવસ ઉજવાયો હતો. ભગવાન શંકરના અગિયારમા રુદ્રાવતાર અને સાત ચિરંજીવીઓમાં અગ્રેસર એવા હનુમાનજીના મંદિરોમાં સુંદરકાંડ, આ
હનુમાન જયંતી નિમિત્તે પાટણમાં શોભાયાત્રા સાથે   ઉત્સવ


હનુમાન જયંતી નિમિત્તે પાટણમાં શોભાયાત્રા સાથે   ઉત્સવ


હનુમાન જયંતી નિમિત્તે પાટણમાં શોભાયાત્રા સાથે   ઉત્સવ


પાટણ, 12 એપ્રિલ (હિ.સ.) ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે, પાટણ શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક માહોલ વચ્ચે પવનપુત્ર હનુમાનજીનો જન્મદિવસ ઉજવાયો હતો. ભગવાન શંકરના અગિયારમા રુદ્રાવતાર અને સાત ચિરંજીવીઓમાં અગ્રેસર એવા હનુમાનજીના મંદિરોમાં સુંદરકાંડ, આરતી અને મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી રામ નવમી સમિતિ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે પાટણમાં પ્રથમવાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાલા હનુમાન મંદિરથી શરૂ થઈ મેઈન બજાર માર્ગે અનાવાડા દરવાજા પાસે આવેલા રંગીલા હનુમાન મંદિરે પહોંચી હતી. યાત્રામાં રાજકીય આગેવાનો, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

બાલા હનુમાન મંદિરે વહેલી સવારે 5 થી 6 વાગ્યા દરમિયાન પ્રભાત આરતી યોજાઈ હતી. મંદિર પરિસરમાં ભક્તો માટે સુંદરકાંડનું પઠન અને મહાપ્રસાદ વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande