પોરબંદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે થી ખાબકતા બે મજૂરના મોત.
પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) પોરબંદર શહેરના હાર્દસમા વાડી પ્લોટ વિસ્તારમાં કરૂણ ઘટના બની હતી જેમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે ખાબકતા બે મજુરોના મોત થયા હતા જેમાં ત્રીજા માળેથી નીચે પટકાતા બન્ને મજુરોને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હ
પોરબંદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે થી ખાબકતા બે મજૂરના મોત.


પોરબંદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે થી ખાબકતા બે મજૂરના મોત.


પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.)

પોરબંદર શહેરના હાર્દસમા વાડી પ્લોટ વિસ્તારમાં કરૂણ ઘટના બની હતી જેમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે ખાબકતા બે મજુરોના મોત થયા હતા જેમાં ત્રીજા માળેથી નીચે પટકાતા બન્ને મજુરોને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ.પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલા ગુરૂકૃપા એપાર્ટમેન્ટમાં આજે રવિવારે બપોરના સમયે એક અકસ્માતની ઘટન બની હતી જેમાં બે મજુરો એપાર્ટમેન્ટના ત્રીજા માળે માલસમાન નીચે ઉતારી રહ્યા હતા તે દરમ્યાન રવેશની કાચની ગ્રીલ તુટતા બંને મજુરી નીચે પટકાયા હતા જેમાં લખમણભાઈ મુંજાભાઇ કોડીયાતર અને ગલાભાઈ નાથાભાઈ કોડીયાતર નામના બંને મજુરોને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં લોકો એકત્રીત થયા હતા અને બંને મજુરોને સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં લખમણભાઇનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ જયારે ગલાભાઇ કોડીયાતરને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનુ મોત થયુ હતુ બોખીરા વિસ્તારમાં રહેતા બે મજુરોના મોતને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી આ બનાવને લઇ કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande