લૂંટની તૈયારી કરતાં, ચાર શાતિર ગુનેગારો ઝડપાયા
સુરત, 14 એપ્રિલ (હિ.સ.)-સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે લૂંટની યોજના બનાવી રહેલા ચાર રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ગુપ્ત બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે નવી ગૌરવ પથ રોડ વિસ્તારમાં રેડ કરી આ આરોપીઓને પકડી પાડ્યા હતા.
Surat

આ ગુનેગારોમાંથી નીચેના ચાર શામેલ છે:

જીતેન્દ્ર રાજબહાદુર યાદવ

ગુલશન ઉર્ફે ટીન્કુ કુમાર

નિલેશ જીતેન્દ્ર દુબે

રત્નેશ અનીલકુમાર સિંહ

પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, તમંચા અને બે જીવતા કાર્ટીઝ કબજે કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી પૂર્વમાં મુંબઈની ધાડ અને વલસાડ રેલવે આંગડિયા લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકી છે અને જેલવાસ પણ ભોગવી ચૂકી છે.

આ આરોપીઓ પર ખૂન, ખૂનનો પ્રયાસ, લૂંટ અને Arms Act હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. સુરત ઉપરાંત તેઓ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ ચારેય આરોપીઓ સુરતમાં મોટી લૂંટ કરવાની તૈયારીમાં હતા, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરીને તેમને દબોચી લીધા. શહેરની સુરક્ષા જાળવવા માટે ભવિષ્યમાં પણ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande