એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો
ગાંધીનગર, 15 એપ્રિલ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળની એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. એમ.સી એ
એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી ખાતે કાર્યક્રમ યોજાયો


એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી ખાતે કાર્યક્રમ યોજાયો


એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી ખાતે કાર્યક્રમ યોજાયો


એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી ખાતે કાર્યક્રમ યોજાયો


એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 15 એપ્રિલ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. એમ.સી એ અને એમ.બી.એ.(ઈન્ટીગ્રેટેડ) પ્રોગ્રામ), કડીનો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના આદરણીય ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં અને વરિષ્ઠ મંત્રી રમણભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ, વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત Tower Overseas Ltd ના સ્થાપક તેમજ CEO વિમલ અંબાણીએ ભણતરની સાથે ગણતર રાખી આજુબાજુ થતી ઘટનાઓમાંથી કઈક શીખીને આગળ વધવાની સલાહ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્દબોધન કરતા વિવેક ઓગ્રા, Partner-EY Transport Consultancy એ વિદ્યાર્થીઓને દરેક સ્થિતિમાં પ્રશ્નો પૂછવાની ટેવ રાખી તેનો જવાબ મેળવી પોતાનું જ્ઞાન વધારવાની સલાહ આપી હતી. આ પ્રસંગે અનૂપ મેહરોત્રા, Vice President, Northstar Diagnostic Pvt. Ltd એ જીવનમાં આરોગ્યનું મહત્વ સમજાવી લાંબા સમય સુધી પોતાનું આરોગ્ય સાચવવા પર દુનિયામાં ઘણા સારા સંશોધનો થઇ રહ્યા છે તેનો ભાગ બની તે દિશામાં વિદ્યાર્થીઓને આગળ વધવાનું કહ્યું હતું.

સંસ્થાની આ ઉજવણીમા ગુજરાતી ફિલ્મ શસ્ત્રના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પૂજા જોશી, હેમીન ત્રિવેદી તેમજ પ્રિયલ ભટ્ટ ઉપસ્થિત રહી તેમને વિદ્યાર્થીઓને તેમની ફિલ્મ તેમજ ફિલ્મ લાઈનના સંઘર્ષ અને અનુભવો રજુ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાની PR સહયોગી કંપનીઓ સ્ટ્રેટેજીક મીડિયા અને સેતુ મીડિયાના સુભોજિત સેન અને મિસ ક્રિષ્ના ત્રિવેદી તેમજ ગુજરાતી ફિલ્મ એક્ટર મૌલિક ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા યોજાયેલ ઉર્જા-ટેલેન્ટ હરીફાઈમાં વિદ્યાર્થીઓએ ગ્રુપ ડાન્સ, ડ્રામા, સિંગિંગ અને ફેશન શો જેવી હરીફાઈમાં ભાગ લીધેલો તેમજ ઉર્જા-ટેલેન્ટ હરીફાઈમાં નિર્ણાયક તરીકે શ્રી ઋત્વિજ જોશી-મ્યુઝીક કમ્પોઝર અને મિસ દેવાંશી શાહ-મિસ ગુજરાત- 2025 એ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ભાવિન પંડ્યાએ સંસ્થાનું વાર્ષિક નિવેદન રજુ કર્યું હતું જેમાં એમણે સંસ્થાના અભ્યાસ, પરિણામ, રીસર્ચ અને પ્લેસમેન્ટ અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓને ખુબ જ ઊંચા પગાર સાથે નોકરી આપતી દેશની અને વિદેશની 20 અગ્રગણ્ય કંપનીયોને બેસ્ટ રીકૃટર એવોર્ડ્સ, સંસ્થાને મદદ કરતા તેમજ ખુબ જ સારા હોદ્દા સાથે વિવિધ કંપનીયોમાં સેવા આપતા કે જેમાં સંસ્થાના વિદ્યાર્થી જીમિત શાહ- Bank of Montreal, Canada, ઉમંગ પટેલ-Kenvue, USA તેમજ વિદ્યાર્થીની જુહી પટેલ-Phoenix accountants, Australia ને ‘International Excellence Award’ સાથે 14 ભૂતપૂર્વ તેમજ અભ્યાસ અને અન્ય પ્રવૃતિઓમાં સંસ્થાનું નામ રોશન કરનાર 25 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના વરિષ્ઠ મંત્રી રમણભાઈ પટેલે સર્વ વિદ્યાલયના ગૌરવશાળી ઈતિહાસને યાદ કરી રજુ થયેલ સંસ્થાના વાર્ષિક નિવેદનમાં દર્શાવેલ અભ્યાસ, પરિણામ, રીસર્ચ અને પ્લેસમેન્ટની માહિતીથી સંતુષ્ઠ થઈ સંસ્થા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કડી સર્વ વિશ્વવિદ્યાલયના કોમ્પુટર વિદ્યાશાખાના ડીન ડો. રૂપેશ વ્યાસ અને નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પુટરના ડાયરેકટર ડો સંજયભાઈ શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના કોઓર્ડીનેટર ડો.પ્રીતિ સાલવી, અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય કર્મચારીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande