-ગીર સોમનાથ ભયજનક રીતે પુર ઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહિ
ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.). જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નીલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ના માર્ગદર્શન અને સુચના મુજબ પુર ઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવવાના કારણે થતા ગંભીર/ફેટલ અકસ્માતના બનાવો બનતા અટકાવવા તથા આવા બેફામ રીતે વાહનો ચલાવતા ટ્રક/ડમ્પરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવા સુત્રાપાડા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. જેમાં પુર ઝડપે અને ભયજનક રીતે વાહન ચલાવવા ડ્રાઇવરો વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ આવા વાહનોને દંડ કરી તથા ડિટેઇન કરવામાં આવેલ છે.આ ડ્રાઇવ અંતર્ગત કુલ-૫૨ વાહન માલીકો વિરુધ્ધ માં કાર્યવાહી કરવામાં આવેલ છે અને રૂ.૨૨,૮૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ નિયમોનો ભંગ કરી વાહન ચલાવતા ૩ મોટા વાહનો ડિટેઇન કરીને પોલીસે સીઝ કરેલ છે. તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ લોકોને વધુ ઝડપે તથા ભયજનક રીતે વાહન ન ચલાવવા અનુરોધ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ