સિક્યુરીટી કંપનીના મેનેજર સાથે 5.51 લાખની છેતરપિંડી
સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-ઉધના યુનિકેર હોસ્પિટલ પાસે રહેતા સિક્યુરીટી કંપનીના મેનેજરને તેના શેઠ મારફતે પરિચયમાં આવેલા યુવકે અલગ અલગ કંપનીમાં રોકાણ કરશો તો સારો એવો નફો મળશે હોવાની લોભામણી સ્ક્રીમ આપી વિશ્વાસમાં લીધા બાદ કંપનીમાં રોકાણના બહાને 5.51 લાખ
સિક્યુરીટી કંપનીના મેનેજર સાથે 5.51 લાખની છેતરપિંડી


સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-ઉધના યુનિકેર હોસ્પિટલ પાસે રહેતા સિક્યુરીટી કંપનીના મેનેજરને તેના શેઠ મારફતે પરિચયમાં આવેલા યુવકે અલગ અલગ કંપનીમાં રોકાણ કરશો તો સારો એવો નફો મળશે હોવાની લોભામણી સ્ક્રીમ આપી વિશ્વાસમાં લીધા બાદ કંપનીમાં રોકાણના બહાને 5.51 લાખ પડાવી છેતરપિંડી કરી હતી.

ખટોદરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઉધના, યુનિકેર હોસ્પિટલની સામે, ઈન્ડસ્ટ્રીમાં રહેતા અને એન્કર સિક્યુરીટી ફોર્મમાં મેનેજર તરીકે નોકરી કરતા રાજેશકુમાર ગ્યાદ્દીન તિવારી (ઉ.વ.58)નો તેના માલીક મારફતે સુરેશ નેમીચંદ બજાજ સાથે પરિચય થયો હતો. સુરેશએ તેમને અલગ અલગ કંપનીમાં પૈસા રોકાણ કરવાનું કામકાજ કરું છું અને તમો હું તે કંપનીમાં રોકાણ કરશો તો તમને સારો એવો નફો અપાવીશ અને તમનોને નફાના પૈસા સમયસર મળી જશે તેવો વિશ્વાસ અને ભરોશો આપ્યો હતો. તેમજ ભટાર રોડ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના બહેનના ઘરે બોલાવતા રાજેશકુમાર તેના શેઠ રીતેશ સાથે ગયા હતા. સુરેશએ તેમને એમ.ટી.ઝેડ પોલી ફિલ્મસ નામની કંપનીમાં 2.50 લાખનું રોકાણ કરશો તો સામે 3.60 લાખ મળશે હોવાની વાત કરી હતી. સુરેશની વાતોમાં આવી રાજેશકુમારે ગત તા 13 અોક્ટોબર 2024ના રોજ 2.50 લાખનું રોકાણ કયું હતું.જેમાંથી 1.80 લાખ ચુકવી આપ્યા હતા જયારે બાકીના રૂપિયા 70 હજાર નફા સાથે ટુંક સમયમાં ચુકવી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ સુરેશ બજાજે કે.આર.એન. હીટ એક્ષચેન્જર કંપનીમાં આઈપીઅોમાં 1.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. જે પૈસા નફા સાથે 10 અોક્ટોબરના રોજ પરત આપવની વાત કરી હતી ત્યારબાદ હાલ દિવાળીનો તહેવાર હોય જેથી જુદી જુદી કંપનીમાં સ્ક્રીમો બહાર પડી છે. જેથી કોઈ પણ કંપનીમાં રોકામ કરશો તો સારો એવો નફો મળસે તેમ કરી 3.51 લાખનું રોકાણ કરાવ્યું હતુ. આ રીતે સુરેશ બજાજે તેમની પાસે અલગ અલગ કંપનીમાં કુલ રૂપિયા 7.51 લાખનું રોકાણ કરાવી તેમાંથી 1.80 લાખ પરત આપી બાકીના રૂપિયા 5.51 લાખ નહી આપી છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસે રાજેશકુમાર તિવારીની ફરિયાદ લઈ સુરેશ નેમીચંદ બજાજ (રહે, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, ભટાર રોડ ) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande