સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
હિંમતનગર, 19 એપ્રિલ (હિ.સ.). સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આદિજાતિ વિભાગની બોર્ડર વિલેઝ યોજના અંતર્ગત થયેલી કામગીરી, કૃષિ યાંત્રિક
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક


હિંમતનગર, 19 એપ્રિલ (હિ.સ.). સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં આદિજાતિ વિભાગની બોર્ડર વિલેઝ યોજના અંતર્ગત થયેલી કામગીરી, કૃષિ યાંત્રિકીકરણ યોજના, જળ સંચય, વન અધિકાર અધિનિયમ,વિશ્રામ ગૃહ,શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાનું પાણી પહોંચે છે કે કેમ, કેનાલની સાફ સફાઈ, રોડ રસ્તાના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારી ઓ દ્રારા રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું. તેમજ આવનાર સંકલન બેઠકમાં વાર્ષિક આયોજન લઈ ઉપસ્થિત રહેવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં બાળલગ્ન અટકાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ,રાજ્યસભા સાંસદ રમિલાબેન બારા,હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રોબેશનર આઈએએસ રોહિતભાઈ ડોડીયા, નિવાસી અધિક કલેકટર કે.એ.વાઘેલા, પ્રાયોજના વહીવટદાર, તમામ પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande