પાટણના સમી તાલુકામાં માતા-પુત્રના મૃતદેહ કૂવામાંથી મળતા ચકચાર
પાટણ, 13 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર હંસનગર ગામમાં કૂવામાંથી માતા અને તેના એક વર્ષના પુત્રના મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ, બંનેના મૃતદેહોને ખાટલાના દોરડાથી બાંધીને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્
સમી તાલુકામાં માતા-પુત્રના મૃતદેહ કૂવામાંથી મળતા ચકચાર


પાટણ, 13 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર હંસનગર ગામમાં કૂવામાંથી માતા અને તેના એક વર્ષના પુત્રના મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ, બંનેના મૃતદેહોને ખાટલાના દોરડાથી બાંધીને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ આ ઘટના બની હોવાની શક્યતા છે. બે સંતાનોની માતાએ પોતાના એક વર્ષના પુત્ર સાથે કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માતા અને પુત્રના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande